શોધખોળ કરો
Advertisement
રિયા ચક્રવર્તીના સપોર્ટમાં ઉતર્યા બૉલીવુડના આ સ્ટાર્સ સેલેબ્સ, જાણો કોણે શું કહ્યું
રિયા મંગળવારે કાળા રંગની ટી-શર્ટ પહેરેની એનસીબી ઓફિસ પહોંચી હતી. તેના પર વ્હાઇટ અક્ષરોમાં લખેલુ હતુ, 'ગુલાબ લાલ હોય છે, વાયૉલેટ વાદળી હોય છે, આવો પિતૃસત્તાને ધ્વસ્ત કરીએ, હું અને તમે...' રિયાની ટીશર્ટ પર લખેલા આ શબ્દો ઘણુબધુ કહી જાય છે. સેલેબ્સ આ જ લાઇનોને સોશ્યલ મીડિયા પર શેર કરી રહ્યાં છે
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ ત્રીજા દિવસે ધરપકડ કરી છે. આ બધાની વચ્ચે બૉલીવુડના કેટલાક સ્ટાર્સે રિયાને અનોખા અંદાજમાં સપોર્ટ કર્યો હતો. સોશ્યલ મીડિયા પર આ સેલેબ્સે રિયાના સપોર્ટમાં મેસેજ છોડ્યા હતા.
રિયા મંગળવારે કાળા રંગની ટી-શર્ટ પહેરેની એનસીબી ઓફિસ પહોંચી હતી. તેના પર વ્હાઇટ અક્ષરોમાં લખેલુ હતુ, 'ગુલાબ લાલ હોય છે, વાયૉલેટ વાદળી હોય છે, આવો પિતૃસત્તાને ધ્વસ્ત કરીએ, હું અને તમે...' રિયાની ટીશર્ટ પર લખેલા આ શબ્દો ઘણુબધુ કહી જાય છે. સેલેબ્સ આ જ લાઇનોને સોશ્યલ મીડિયા પર શેર કરી રહ્યાં છે.
રિયાની ટી-શર્ટ પર લખેલો આ મેસેજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, તેની આ તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ફિલ્મ જગતની કેટલીક જાણીતી હસ્તીઓએ આને ઇન્સ્ટા પર શેર કર્યો છે, કેટલાક લોકો #justiceforrhea અને #SmashPatriarchy હેશટેગ પણ ચલાવી રહ્યાં છે.
સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્સ કનેક્શનને લઇને તપાસ કરી રહેલી એનસીબીએ મંગળવારે બપોરે 3:45 કલાકે અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. સુશાંત સિંહ રાજપૂત મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં આજે સતત ત્રીજા દિવસની લાંબી પુછપરછ બાદ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી.
રિયાની ધરપકડ બાદ તેના વકીલ સતીશ માનેશિંદેએ કહ્યું કે, "તે ડ્રગ એડિક્ટને પ્રેમ કરવાની સજા ભોગવી રહી છે. જે અનેક વર્ષોથી માનસિક સ્વાસ્થ્યથી પીડિત હતો અને ગેરકાયદેસર દવાના સેવનના કારણે આત્મહત્યા કરી હતી. ત્રણ કેન્દ્રીય એજન્સીઓ એક મહિલા પાછળ હાથ ધોઈને પડી હતી."
14 જૂને દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ રિયા ચક્રવર્તી શંકાના ઘેરમાં આવી ગઇ હતી, અને બાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી, પૈસાની લેવડદેવડ મામલે ઇડી અને ડ્રગ્સ મામલે એનસીબી હાલ તપાસ ચલાવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
રાજકોટ
Advertisement