શોધખોળ કરો
Advertisement
સોનુ સૂદે હવે 200 ઇડલી વેચનારાઓને મુંબઇથી તામિલનાડુ મોકલ્યા, મહિલાઓએ ઉતારી આરતી
અભિનેતાએ ઇડલી વેન્ડર્સને ઘરે એટલે કે તામિલનાડુ મોકલવા માટે બસોની વ્યવસ્થા કરી, કેટલીય મહિલાઓએ સોનુ સૂદની આરતી ઉતારી અને તેને હાથ જોડીને એક્ટરનુ અભિવાદન કર્યુ હતુ
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ ફરી એકવાર પ્રવાસીઓની મદદ કરીને ચર્ચામાં આવ્યો છે. એક્ટરનુ પ્રવાસી મજૂરો અને કારીગરોને તેમના ઘરે મોકલવાનું કામ સતત ચાલુ છે. તેને હવે તામિલનાડુના 200 ઇડલી વેન્ડર્સને મુંબઇથી તેમના ઘરે મોકલ્યા છે. આની માહિતી બૉલીવુડ ફોટોગ્રાફર વિરલ ભયાનીએ આપી છે.
અભિનેતાએ ઇડલી વેન્ડર્સને ઘરે એટલે કે તામિલનાડુ મોકલવા માટે બસોની વ્યવસ્થા કરી, કેટલીય મહિલાઓએ સોનુ સૂદની આરતી ઉતારી અને તેને હાથ જોડીને એક્ટરનુ અભિવાદન કર્યુ હતુ.
હાલ સોશ્યલ મીડિયા પર સોનુ સૂદનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આમાં તે બસને રવાના કરતા પહેલા નારિયેલ ફોડતો દેખાઇ રહ્યો છે, વીડિયોમાં દેખી શકાય છે કે તામિલનાડુ જનારા આ ફૂડ વેન્ડર્સ સોનુ સૂદને આશીર્વાદ આપી રહ્યાં છે, અને આ કામ માટે તેમને આભાર પણ માની રહ્યાં છે. વીડિયોમાં અભિનેતા દરેકનો પોતાનુ ધ્યાન રાખવાનુ પણ કહી રહ્યો છે. છેલ્લા બસ ઉપડતા પહેલા લોકો તેનો હાથ હલાવીને આભાર વ્યક્ત કરી રહ્યાં છે, અને કેટલાક લોકો આ કામના વીડિયો પણ ઉતારી રહ્યાં છે.
નોંધનીય છે કે, આ પહેલા અભિનેતાએ કેરાલામાં ફસાયેલી 167 પ્રવીસી મહિલાઓને ચાર્ટર્ડ વિમાનથી ઓડિશા મોકલી હતી, એટલુ જ અગાઉ અનેક પ્રવાસી મજૂરોને યુપી અને બિહારમાં મોકલવાનુ પણ કામ કર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement