Shruti Haasan Injury: શૂટિંગ કરતી વખતે ઘાયલ થઈ શ્રુતિ હાસન, અકસ્માતની તસવીર આવી સામે
Shruti Haasan Got Injured: સાઉથ સિનેમાની સુપરસ્ટાર શ્રુતિ હાસનને કોઈ અલગ ઓળખની જરૂર નથી. આ સમયે શ્રુતિ હસન વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. શ્રુતિ હાસન શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ ગઈ હતી.
Shruti Haasan Got Injured: સાઉથ સિનેમાની સુપરસ્ટાર શ્રુતિ હાસનને કોઈ અલગ ઓળખની જરૂર નથી. આ સમયે શ્રુતિ હસન વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. શ્રુતિ હાસન શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ ગઈ હતી, જેના વિશે શ્રુતિ હાસને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. શ્રુતિના આ ફોટામાં તેના પગ પર ઈજાના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
શ્રુતિ હાસન ઘાયલ
ગુરુવારે શ્રુતિ હાસને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરીમાં એક તસવીર શેર કરી હતી. આ ફોટામાં શ્રુતિ હાસનના ઘૂંટણ પર ઉઝરડા દેખાય છે. આ તસવીર પરથી અંદાજ લગાવી શકાય છે કે શ્રુતિ હાસને એક એક્શન સિક્વન્સ કરતી વખતે તેના ઘૂંટણ પર ઈજા પહોંચી હતી, જેની ઝલક આ ફોટોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ફોટોના કેપ્શનમાં શ્રુતિ હાસને લખ્યું છે કે- ગૂડ ડે એટ વર્ક . જો કે ઈજાગ્રસ્ત થયા બાદ પણ શ્રુતિ હાસન પોતાનો જુસ્સો બતાવી રહી છે. શ્રુતિ હાસનનો આ ફોટો જોઈને અભિનેત્રીના ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
સાલારમાં શ્રુતિ હાસન
શ્રુતિ હાસનની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, શ્રુતિ સાઉથ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસની સાથે ફિલ્મ 'સાલાર'માં જોવા મળશે. KGFના ડાયરેક્ટર પ્રશાંત નીલના નિર્દેશનમાં બની રહેલી 'સાલાર' સપ્ટેમ્બર મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રુતિ હાસન પણ એક્શન સિક્વન્સ કરતી જોવા મળશે. તમને જણાવી દઈએ કે ચાહકો શ્રુતિ હાસન અને પ્રભાસના સાલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિવાય કેટલાક ચાહકોનું માનવું છે કે શ્રુતિને આ ઈજાઓ 'સાલાર'ના શૂટિંગ દરમિયાન થઈ હતી. જો કે, આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનને આવ્યો હાર્ટ એટેક
બૉલીવુડની સુંદર અદાકારા સુષ્મિતા સેનના ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનને હાર્ટ એટેક આવ્યો છે, જોકે, આ ખબર સામે આવે તે પહેલા તેની એન્જિયૉપ્લાસ્ટી થઇ ચૂકી છે, સ્ટન્ટ નાંખીને દેવામાં આવ્યો છે અને હાલમાં તબિયતમાં પણ સુધારો છે. ખાસ વાત છે કે એક્ટ્રેસેને હાર્ટ એટેક આવ્યો હતો તેની જાણકારી એક્ટ્રેસે ખુદ એક સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરીને આપી હતી. સુષ્મિતા સેન એક પૉસ્ટમાં બતાવ્યુ કે, તેને હાર્ટ એટેક આવ્યો હતો, જોકે, હવે તે ઠીક છે, સુષ્મિતા સેને પોતાના હેલ્થ સાથે જોડાયેલા અપડેટને શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. જોકે, હવે તે એકદમ ઠીક છે, અને ફેન્સ તેને જલદી ઠીક થવાની કામના કરી રહ્યાં છે.