શોધખોળ કરો

Stree 2 BO Collection Day 25: 'સ્ત્રી 2' બોલીવૂડની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની, તોડ્યા આ રેકોર્ડ 

સ્ત્રી 2 એ તેના 25મા દિવસે જ પઠાણના ભારતના લાઈફટાઈમ કલેક્શનને પાર કરી દીધું છે. શાહરૂખની 2023માં આવેલી ફિલ્મ પઠાણે ભારતમાં કુલ 543.09 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Stree 2 Box Office Collection Day 25: શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી 2' એ રવિવારે તેના 25માં દિવસે વધુ એક ઈતિહાસ રચ્યો છે. શ્રદ્ધા અને રાજકુમારની ફિલ્મે તાજેતરમાં સની દેઓલની ફિલ્મ 'ગદર 2'ના ઈન્ડિયા લાઈફટાઇમ કલેક્શનને તોડી નાખ્યું હતું. જ્યારે હવે શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નો રેકોર્ડ સ્ત્રી 2 દ્વારા ધ્વસ્ત થઈ ગયો છે.

સ્ત્રી 2 એ તેના 25મા દિવસે જ પઠાણના ભારતના લાઈફટાઈમ કલેક્શનને પાર કરી દીધું છે. શાહરૂખની 2023માં આવેલી ફિલ્મ પઠાણે ભારતમાં કુલ 543.09 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, સ્ત્રી 2 એ શનિવારે (24માં દિવસ સુધી) ભારતમાં કુલ રૂ. 540.04 કરોડની કમાણી કરી હતી.

સૈકનિલ્કના અહેવાલ મુજબ, રવિવારે (25મી) સ્ત્રી 2 એ રાત્રે 8.10 વાગ્યા સુધી 9.71 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મની કુલ કમાણી 549.75 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ સાથે જ સ્ત્રી 2 પઠાણને પછાડીને બોલિવૂડની ત્રીજી સૌથી વધુ નફો કરતી ફિલ્મ બની ગઈ છે.

તેનાથી આગળ એનિમલ (રૂ. 553.87 કરોડ) અને જવાન (રૂ. 640.25 કરોડ) છે. આ સિવાય સ્ત્રી 2 એ 25માં દિવસે બોક્સ ઓફિસ કલેક્શનના મામલામાં ઘણી મોટી ફિલ્મોને પણ માત આપી છે. ચાલો જાણીએ કે કઈ એવી ટોચની ફિલ્મો છે જેણે તેમની રિલીઝના 25માં દિવસે સૌથી વધુ કલેક્શન કર્યું હતું, જેને સ્ત્રી 2એ પછાડી દીધી છે.

જવાન

સપ્ટેમ્બર 2023માં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'એ તેના 25માં દિવસે કુલ 9.12 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

kgf ચેપ્ટર 2

KGF ચેપ્ટર 2 (હિન્દી વર્ઝન) 6.25 કરોડની કમાણી સાથે બીજા સ્થાને છે. કન્નડ સુપરસ્ટાર યશની આ ફિલ્મ એપ્રિલ 2022માં રિલીઝ થઈ હતી.

કલ્કિ 2898 એડી

પ્રભાસ અને દીપિકા પાદુકોણની ફિલ્મ કલ્કી 2898 એડી (હિન્દી વર્ઝન) એ તેના 25માં દિવસે 4.85 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

પદ્માવત

રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરની ફિલ્મ 'પદ્માવત' વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. તેણે તેના 25માં દિવસે 4.06 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું.

પઠાણ

સ્ત્રી 2 એ પણ 25મા દિવસે કમાણીના મામલામાં પઠાણનો રેકોર્ડ તોડ્યો છે. જાન્યુઆરી 2023માં રિલીઝ થયેલી શાહરૂખ અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ'એ તેના 25માં દિવસે 3.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.  

Deepika Ranveer Baby: દીપિકા પાદુકોણ માતા બની, અભિનેત્રીએ દિકરીને આપ્યો જન્મ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Vav bypoll 2024: વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
Vav assembly by-election 2024: અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું -
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું - "17 ધારાસભ્યો 156 ઉપર ભારે પડે છે"
IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચ, હવામાન પિચ રિપોર્ટ સહિત A to Z સુધી બધું જાણો
IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચ, હવામાન પિચ રિપોર્ટ સહિત A to Z સુધી બધું જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટHun To Bolish: હું તો બોલીશ : વાવમાં વાવાઝોડુંHun To Bolish: હું તો બોલીશ : સ્વાધ્યાયપોથી કે ભ્રષ્ટાચારની પસ્તી?Ambaji Accident News | અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક ભયાનક ત્રિપલ અકસ્માત,  28થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Vav bypoll 2024: વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
Vav assembly by-election 2024: અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું -
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું - "17 ધારાસભ્યો 156 ઉપર ભારે પડે છે"
IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચ, હવામાન પિચ રિપોર્ટ સહિત A to Z સુધી બધું જાણો
IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચ, હવામાન પિચ રિપોર્ટ સહિત A to Z સુધી બધું જાણો
Crime News: ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટ: પૂર્વ પત્નીની હત્યા કરી પતિ પોલીસને શરણે
Crime News: ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટ: પૂર્વ પત્નીની હત્યા કરી પતિ પોલીસને શરણે
પુતિન રશિયામાં બનાવશે 'સેક્સ મંત્રાલય', શા માટે આવું મંત્રાલય બનાવવા માગે છે? જાણો તેની પાછળનું કારણ
પુતિન રશિયામાં બનાવશે 'સેક્સ મંત્રાલય', શા માટે આવું મંત્રાલય બનાવવા માગે છે? જાણો તેની પાછળનું કારણ
Ambaji Banaskantha accident: અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટી પર ત્રિપલ અકસ્માત, 32 ઘાયલ
અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટી પર ત્રિપલ અકસ્માત, 32 ઘાયલ
IPL 2025 Mega Auction: આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી સ્ટાર્ક પર ફરી થશે રૂપિયાનો વરસાદ, આ 3 ટીમો લગાવી શકે છે મોટો દાવ
આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી સ્ટાર્ક પર ફરી થશે રૂપિયાનો વરસાદ, આ 3 ટીમો લગાવી શકે છે મોટો દાવ
Embed widget