Stree 2 Collection: શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ત્રી 2'એ ઈતિહાસ રચ્યો, 600 કરોડની કમાણી કરનાર પ્રથમ હિંદી ફિલ્મ
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી 2' રિલીઝ થયાને 39 દિવસ થઈ ગયા છે. આમ છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહી છે.
Stree 2 Box Office Collection: શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી 2' રિલીઝ થયાને 39 દિવસ થઈ ગયા છે. આમ છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે એક પછી એક ઘણી મોટી ભારતીય ફિલ્મોના કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા છે. શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે.
હવે આ ફિલ્મે આજે વધુ એક કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. 'સ્ત્રી 2' ભારતીય સિનેમાના ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ ફિલ્મ બની છે. ચાલો જાણીએ આજે 'સ્ત્રી 2'એ કયો રેકોર્ડ બનાવ્યો છે.
#Stree2 scripts HISTORY... Will be the FIRST #Hindi film to cross the monumental ₹ 600 cr milestone TODAY [Sunday] in #India [NBOC].
— taran adarsh (@taran_adarsh) September 22, 2024
HINDI films that started the prestigious Clubs [NBOC - #India biz]...
⭐️ ₹ 100 cr: #Ghajini [2008]
⭐️ ₹ 200 cr: #3Idiots [2009]
⭐️ ₹ 300 cr:… pic.twitter.com/kONILRcIk3
'સ્ત્રી 2' 600 કરોડની કમાણી કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની
ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 600 કરોડની કમાણી કરીને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ આ ક્લબમાં સામેલ થનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની ગઈ છે. અથવા આપણે કહી શકીએ કે 'સ્ત્રી 2' એ 600 કરોડ રૂપિયાની નવી ક્લબ શરૂ કરી છે.
કમાણી સાથે જોડાયેલા સત્તાવાર ડેટા અનુસાર, ફિલ્મે 38માં દિવસ સુધી 598.90 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે જો આપણે સૈકનિલ્કના 39મા દિવસના ડેટા પર નજર કરીએ તો આજે સાંજે 6.50 વાગ્યા સુધી ફિલ્મે 3.73 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ રીતે ફિલ્મની કુલ કમાણી 602.63 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
'સ્ત્રી 2' આ ફિલ્મોના રેકોર્ડ તોડી ચૂકી છે
15 ઓગસ્ટે રિલીઝ થયેલી 'સ્ત્રી 2' એ 600 કરોડની ક્લબનો નવો રેકોર્ડ બનાવતા પહેલા શાહરૂખ ખાન, સલમાન ખાન, પ્રભાસ, રજનીકાંત અને આમિર ખાન જેવા મોટા સ્ટાર્સના એક પછી એક રેકોર્ડ તોડ્યા છે.
ગયા વર્ષે રિલીઝ થયેલી શાહરૂખની પઠાણ અને જવાન (લગભગ રૂ. 582 કરોડ), રણબીરની એનિમલ અને સની દેઓલની ગદર 2 (525 કરોડ)નો રેકોર્ડ તોડી ચૂક્યો છે.
'સ્ત્રી 2'નું બજેટ અને સ્ટારકાસ્ટ
બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર આ ફિલ્મ માત્ર 50 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. આવી સ્થિતિમાં આટલા ઓછા બજેટમાં 600 કરોડનો આંકડો પાર કરીને આ ફિલ્મે નાની ફિલ્મો માટે એક નવો રસ્તો ખોલ્યો છે. મતલબ કે નાના બજેટમાં સારું કન્ટેન્ટ આપવામાં આવે તો ઓડિયન્સનો પણ સપોર્ટ મળે છે.
ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર ઉપરાંત પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જીની ત્રિપુટીએ કમાલ કરી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ભારતીય સિનેમાના સૌથી મોટા સુપરસ્ટારમાંથી કોણ આ ફિલ્મનો રેકોર્ડ તોડી શકે છે.
Neha Malik : ભોજપૂરી એક્ટ્રેસ નેહા મલિકે બ્લૂ શોર્ટ ડ્રેસમાં આપ્યા હોટ પોઝ, જુઓ વાયરલ તસવીરો