શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ડ્રગ્સ કેસમાં પોતાનુ નામ આવતા કઇ એક્ટ્રેસ હાઇકોર્ટ પહોંચી, કોર્ટ શું કાર્યવાહી કરી, જાણો વિગતે
આ પહેલા એનસીબીની પુછપરછમાં બૉટમેન જગદીશે એજન્સીને જણાવ્યુ હતુ કે સારા અલી ખાન હંમેશા સુશાંત સિંહ રાજપૂતની સાથે આઇલેન્ડ પર આવતી હતી. આ આઇલેન્ડ પર તેના ફાર્મહાઉસની નજીક છે. વળી, ડ્રગ્સ રકુલ પ્રીત સિંહનુ પણ નામ સામે આવ્યુ હતુ
![ડ્રગ્સ કેસમાં પોતાનુ નામ આવતા કઇ એક્ટ્રેસ હાઇકોર્ટ પહોંચી, કોર્ટ શું કાર્યવાહી કરી, જાણો વિગતે sushant case: actress rakul preet singh goes to delhi high court over the drug case ડ્રગ્સ કેસમાં પોતાનુ નામ આવતા કઇ એક્ટ્રેસ હાઇકોર્ટ પહોંચી, કોર્ટ શું કાર્યવાહી કરી, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/18114808/rhea-06.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સુશાંત કેસમાં એનસીબીની તપાસ તેજ થઇ ગઇ છે. એક પછી એક મોટા ખુલાસાની સાથે નવા નવા લોકોના નામ સામે આવી રહ્યાં છે. રિયાની પુછપરછ દરમિયાન તેને 25 બૉલીવુડ સેલેબ્સના નામ જણાવ્યુ હતા. આ પ્રમાણે પહેલા રિયા, સારા અને રકુલ પ્રીત સિંહનુ નામ બહાર આવી ચૂક્યુ છે. જોકે, હવે ડ્રગ્સ કેસમાં પોતાનુ નામ બહાર આવતા બૉલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ દિલ્હી હાઇકોર્ટ પહોંચી છે.
આ પહેલા એનસીબીની પુછપરછમાં બૉટમેન જગદીશે એજન્સીને જણાવ્યુ હતુ કે સારા અલી ખાન હંમેશા સુશાંત સિંહ રાજપૂતની સાથે આઇલેન્ડ પર આવતી હતી. આ આઇલેન્ડ પર તેના ફાર્મહાઉસની નજીક છે. વળી, ડ્રગ્સ રકુલ પ્રીત સિંહનુ પણ નામ સામે આવ્યુ હતુ. જેથી ગિન્નાયેલી રકુલ પ્રીત સિંહે દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે, તેને મીડિયા દ્વારા તેનાત નામને ઘસેડવાનો વિરોધ કર્યો છે, અને મીડિયાને આના પરથી ધ્યાન કેન્દ્રીત કરવાની ના પાડવામાં આવી છે.
રકુલ પ્રીત સિંહની અરજી પર દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે કેન્દ્ર પાસે જવાબ માગ્યો છે, જેમાં રિયા ચક્રવર્તી ડ્રગ્સ મામલે તેમને જોડનારી મીડિયા રિપોર્ટ પર રોક લગાવાની માંગ કરી છે. ન્યાયમૂર્તિ નવિલ ચાવલાએ અભિનેત્રીની અરજી પર કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રાલય, પ્રસાર ભારતી અને ભારતીય પ્રેસ પરિષદને નોટિસ ફટકારી છે, અને જવાબ માંગ્યો છે.
કોર્ટના અધિકારીઓએ કહ્યું કે, તે અભિનેત્રી રકુલ પ્રીતની અરજી પર અભિવેદન માને અને સુનાવણીની આગામી તારીખ 15 ઓક્ટોબર પહેલા આના પર ફેંસલો લે. હાઇકોર્ટે આ મામલે કહ્યું કે રિયા ચક્રવર્તી સાથે જોડાયેલા મામલામાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સાથે સંબંધિત સમાચારો પર મીડિયા સંયમ રાખશે. તેઓ કેબલ ટીવી નિયમો, પ્રોગ્રામ કૉડ અને દિશા નિર્દેશોનુ પાલન કરશે.
અભિનેત્રી રકુલ પ્રીત સિંહે અરજીમાં દાવો કર્યો છે કે રિયા ચક્રવર્તી પોતાનુ આ નિવેદન પાછુ લઇ ચૂકી છે, જેમાં તેને કથિર રીતે અરજી કર્તાનુ નામ લીધુ હતુ. તેમ છતા મીડિયામાં આવી રહેલા સમાચારોમાં તેને આ મામલા સાથે જોડવામાં આવી રહી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
![ડ્રગ્સ કેસમાં પોતાનુ નામ આવતા કઇ એક્ટ્રેસ હાઇકોર્ટ પહોંચી, કોર્ટ શું કાર્યવાહી કરી, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/18171327/Rakul-Prit-singh-03-300x200.jpg)
![ડ્રગ્સ કેસમાં પોતાનુ નામ આવતા કઇ એક્ટ્રેસ હાઇકોર્ટ પહોંચી, કોર્ટ શું કાર્યવાહી કરી, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/18114808/Rakul-Prit-singh-02-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)