શોધખોળ કરો
સુશાંત કેસઃ ડ્રગ્સ મામલે NCB બૉલીવુડની આ ત્રણ હૉટ એક્ટ્રેસને મોકલશે સમન્સ, રિયાએ આપ્યા હતા નામ
ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તીએ એસીબી સાથે પુછપરછ દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા 25 લોકોના નામ લીધા હતા. આવામાં એનસીબી આ મામલાને પુરેપુરો ઉકેલવા માટે તપાસમાં જોડાઇ ગઇ છે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત મોત બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તી ડ્રગ્સ મામલે જેલમાં છે, વળી હવે ડ્રગ્સ કનેક્શનને લઇને એનસીબી તાબડતોડ તપાસ ચલાવી રહી છે. ડ્રગ્સ કનેક્શનમાં રિયાએ નામ આપ્યા તે પ્રમાણે હવે અભિનેત્રી સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રધ્ધા કપૂર સાથે પુછપરછ થશે, એનસીબી તરફથી આ ત્રણેય એક્ટ્ર્રેસને સમન્સ મોકલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તીએ એસીબી સાથે પુછપરછ દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા 25 લોકોના નામ લીધા હતા. આવામાં એનસીબી આ મામલાને પુરેપુરો ઉકેલવા માટે તપાસમાં જોડાઇ ગઇ છે.
ખરેખરમાં, રિયા ચક્રવર્તીએ કેટલીય વાર બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન સાથે ડ્રગ્સ લીધુ છે, અને સારાએ કેટલીય વાર રિયા પાસેથી ડ્રગ્સ લીધુ છે. જાણકારી અનુસાર, સારા અલી ખાન એક હાઇ પ્રૉફાઇલ પેડલરના સંપર્કમાં હતી, જેની એનસીબી તપાસ કરી રહી છે. સારા પાસેથી ડ્રગ્સ લઇને રિયા સુશાંત સિંહ રાજપૂત સુધી પહોંચાડતી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ્સ એન્ગલથી તપાસ કરી રહેલી એજન્સી એનસીબી મોટી સફળતા મળી હતી. મુંબઇમા અલગ અલગ ઠેકાણાંઓ પર દરોડા બાદ એનસીબીએ 6 લોકોની ધરપકડ કરી હતી, આ 6 લોકોનો સંબંધ બૉલીવુડ ડ્રગ્સ રેકેટ સાથે હોવાનુ બતાવવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ મામલામાં અત્યાર સુધી 16 લોકોની ધરપકડ કરાઇ છે, જેમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેનો ભાઇ શૉવિક ચક્રવર્તી મુખ્ય છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement