શોધખોળ કરો
સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં આ બે એક્ટ્રેસ સામે પણ નોંધાયો કેસ, જાણો વિગતે
મુઝફ્ફરપુરના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં ફિલ્મ નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, અભિનેત્રી રિયા ચક્રવર્તી અને કૃતિ સેનનને આરોપી બનાવવામાં આવ્યા છે. એડવૉકેટ સુધીર કુમાર ઓઝાએ આ અરજી દાખલ કરી છે
![સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં આ બે એક્ટ્રેસ સામે પણ નોંધાયો કેસ, જાણો વિગતે sushant case: petition filed against kriti sanon and other three people સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં આ બે એક્ટ્રેસ સામે પણ નોંધાયો કેસ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/25161354/Shushant-singh-03.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ બૉલીવુડમાં કેટલાય મુદ્દાઓ ઉઠાવ્યા છે, જે હાલના સમયમાં ખુબ ચર્ચામાં છે. હવે આ બધાની વચ્ચે મુઝફ્ફરપુરમાં સુશાંતની આત્મહત્યા મામલે એક નવો કેસ નોંધવામાં આવ્યો છે.
મુઝફ્ફરપુરના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં ફિલ્મ નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, અભિનેત્રી રિયા ચક્રવર્તી અને કૃતિ સેનનને આરોપી બનાવવામાં આવ્યા છે. એડવૉકેટ સુધીર કુમાર ઓઝાએ આ અરજી દાખલ કરી છે.
બીજીબાજુ, 17 જૂને આ જ કોર્ટમાં ફિલ્મ નિર્માતા-નિર્દેશક આદિત્ય ચોપડા, સાજિદ નાડિયાડવાલા, સંજય લીલા ભંસાળી, એકતા કપૂર, દિનેશ વિજયા, ટી-સીરીઝના ભૂષણ કુમાર અને ફિલ્મ અભિનેતા સલમાન ખાનની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા હતા. આ મામલે ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત અને અન્ય લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે, અને બન્ને કેસોની સુનાવણી 3જી જુલાઇએ થવાની છે.
કેટલાય લોકો છે જે હવે સલમાન ખાન પર આરોપ લગાવી રહ્યાં છે. આ વચ્ચે સલમાન સ્ટારર ફિલ્મ ભારતમાં તેની સાથે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા કૉમેડિયન સુનીલ ગ્રૉવર પણ સુશાંતના પ્રસંશકોના નિશાને આવી ગયા છે.
સુનીલે પોતાની સોશ્યલ મીડિયા કૉમેન્ટમાં લખ્યું હતુ કે - હુ સલામન સરને પ્રેમ કરુ છુ, અને તેમનુ સન્માન કરુ છુ. જોકે લોકોને સુનીલની આ વાત પસંદ ના આવી અને તેમને સુનીલને પણ દોષી ઠેરવી દીધો હતો.
![સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં આ બે એક્ટ્રેસ સામે પણ નોંધાયો કેસ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/25161524/Risya-01-300x169.jpg)
![સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં આ બે એક્ટ્રેસ સામે પણ નોંધાયો કેસ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/24154558/Shushant-singh-06-300x169.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)