શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સવાલોથી કંટાળી ગયેલી રિયા સીબીઆઇના કયા મોટા અધિકારી સાથે ઝઘડી પડી, ને પછી શું થયુ
સીબીઆઇ છેલ્લા ત્રણ દિવસથી રિયાની પુછપરછ કરી રહી છે, લગભગ અત્યાર સુધી 26 કલાકની પુછપરછ થઇ ચૂકી છે. પરંતુ ત્રીજા દિવસની પુછપરછ દરમિયાન રિયા સીબીઆઇના એક અધિકારી પર ગુસ્સે ભરાઇને તેની સાથે બબાલમાં ઉતરી ગઇ હતી
મુંબઇઃ સુશાંત કેસમાં સીબીઆઇ સુશાંત સાથે જોડાયેલા તમામ લોકોની સઘન પુછપરછ કરી રહી છે, આ લિસ્ટમાં હવે સીબીઆઇએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયાની પુછપરછ કરવાની શરૂ કરી દીધી છે. સીબીઆઇ છેલ્લા ત્રણ દિવસથી રિયાની પુછપરછ કરી રહી છે, લગભગ અત્યાર સુધી 26 કલાકની પુછપરછ થઇ ચૂકી છે. પરંતુ ત્રીજા દિવસની પુછપરછ દરમિયાન રિયા સીબીઆઇના એક અધિકારી પર ગુસ્સે ભરાઇને તેની સાથે બબાલમાં ઉતરી ગઇ હતી.
ખરેખરમાં, ત્રીજા દિવસની પુછપરછ દરમિયાન રિયા ચક્રવર્તી સીબીઆઇના સવાલોથી કંટાળી ગઇ, સીબીઆઇ અધિકારી નૂપુર પ્રસાદે કેટલાક સવાલો કર્યા, ત્યારે રિયા તેમના સવાલોના જવાબ આપવાના બદલે તેમના પર ભડકી અને બૂમો પાડીને ઝઘડવા લાગી હતી. જોકે, નૂપુર પ્રસાદ સીબીઆઇના એક મહિલા અધિકારી હોવાના કારણે તેમને ડીઆરડીઓ કર્મચારીઓને સૂચના આપી અને મુંબઇ પોલીસ પાસે મહિલા કૉન્સ્ટેબલની માંગણી કરી.
સાંજે 4 વાગ્યાની આસપાસ મુંબઇના વકોલા પોલીસ સ્ટેશનની 4 મહિલા પોલીસકર્મી ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી, મહિલા કૉન્સ્ટેબલ ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા બાદ સીધે તે રૂમમાં પહોંચી જ્યા રિયા સાથે પુછપરછ થઇ રહી હતી. સુત્રો અનુસાર, રિયાના ઉદ્ધત વર્તનના કારણે સીબીઆઇ કર્મચારીઓએ પુછપરછ જલ્દી પતાવી દીધી હતી. બાદમાં રિયાને ડીઆરડીઓ ગેસ્ટ હાઉસથી જવા દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, રિયા ચક્રવર્તી સતત ત્રણ દિવસથી સીબીઆઇના સવાલોનો સામનો કરી રહી છે, રિયાની ત્રણ દિવસમાં લગભગ 26 કલાક સુધીની પુછપરછ થઇ ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion