શોધખોળ કરો
Advertisement
સુશાંત કેસઃ ડ્રગ્સની લે-વેચ કરનારા મોટા પેડલરને NCBએ ઝડપ્યો, કોણી સાથે કનેક્શન હોવાનુ ખુલ્યુ, જાણો વિગતે
ડ્રગ્સને લે-વેચ કરવામાં જૈદની સાથે સાથે અબ્દુલ બાસિતનુ સીધુ કનેક્શન રિયાના ભાઇ શૌવિક ચક્રવર્તી સાથે હોવાનુ સામે આવ્યુ છે. આજે બન્ને ડ્રગ્સ પેડલરને કોર્ટમાં હાજર કરાયા હતા. કોર્ટ જૈદને સાત દિવસની અનસીબીની કસ્ટડીમાં મોકલી દીધો છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક્શનમાં આવેલી NCBની ટીમે મોટી કાર્યવાહી કરી છે. નેશનલ ક્રાઇમ બ્યૂરોની ટીમે આ મામલે પહેલી ધરપકડ કરી છે, ટીમે સુશાંત કેસ સાથે જોડાયેલ મોટા ડ્રગ્સ પેડલર જૈદ વિલાત્રાની ધરપકડ કરી છે. જૈદની સાથે અબ્દુલ બાસિતને પરિહારને પણ ઝડપ્યો છે.
ડ્રગ્સને લે-વેચ કરવામાં જૈદની સાથે સાથે અબ્દુલ બાસિતનુ સીધુ કનેક્શન રિયાના ભાઇ શૌવિક ચક્રવર્તી સાથે હોવાનુ સામે આવ્યુ છે. આજે બન્ને ડ્રગ્સ પેડલરને કોર્ટમાં હાજર કરાયા હતા. કોર્ટ જૈદને સાત દિવસની અનસીબીની કસ્ટડીમાં મોકલી દીધો છે. કસ્ટડીનો આદેશ મળ્યા બાદ એનસીબી જૈદની કડકાઇથી પુછપરછ કરી શકશે.
17 માર્ચ 2020ની એક વૉટ્સએપ ચેટમાં બાસિત અને શૌવિક ડ્રગ્સને લઇને વાત કરી રહ્યાં હતા, એનસીબીની ટીમ શૌવિકને પુછપરછ માટે બોલાવી શકે છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલી એનસીબીને કેટલીક સનસનીખેજ જાણકારીઓ મળી છે. એનસીબીએ ડ્રગ્સ કેસમાં કેટલાક લોકોને ઝડપ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે ડ્રગ રેકેટમાં શામેલ લોકો કોડવર્ડ, સ્લેંગ વર્ડ્સનો ઉપયોગ કરતા હતા. જૈદના પિતાએ જણાવ્યુ કે, એનસીબીની ટીમ તેમના ઘરે આવી હતી, અને આખા ઘરની તપાસ કરી હતી.
એબીપી ન્યૂઝને બ્રાન્દ્રા વિસ્તારમાં રહેનારા જૈદના પરિવાર સાથે વાત કરી તો તેમને કેમેરાની સામે કંઇપણ બોલવાનો ઇનકાક કરી દીધો. પરંતુ જૈદના પિતાએ જણાવ્યુ કે, એનસીબીની ટીમ ઘરે આવી હતી, અને આખા ઘરની તલાસી લીધી હતી, જૈદની ગાડીની પણ તલાસી લીધી, જોકે, તપાસમાં ડ્રગ ન હતુ મળ્યું. જૈદ વિશે તેના પિતાએ જણાવ્યુ કે જૈદ કિચન ચલાવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion