શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહનો નવો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ, જાણો કઇ યુવતી સાથે કરી રહ્યો છે ડાન્સ
ખરેખરમાં, આ વાયરલ થયેલા વીડિયોમાં સુશાંત માધુરી દિક્ષિતનુ ફેમસ ગીત ચને કે ખેતમાં ડાન્સ કરી રહ્યો છે, સાથે એક છોકરી છે, આ છોકરી સુશાંત સિંહની ભાણી છે. વીડિયોમાં સુશાંત પોતાની ભાણી સાથે મસ્તી સાથે ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સુશાંત સિંહ એક છોકરી સાથે ચને કે ખેત મે ગીત પર ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે. સુશાંત છોકરી સાથે મસ્તી સાથે ડાન્સ કરી રહ્યો છે. આવામાં ફેન્સ આ વાયરલ વીડિયોને લઇને ખુબ એક્સાઇટ છે કે આ યુવતી છે કોણ? સુશાંતના નિધન બાદ સોશ્યલ મીડિયા પર એક્ટરના એક પછી એક વીડિયો વાયરલ થઇ રહ્યાં છે.
ખરેખરમાં, આ વાયરલ થયેલા વીડિયોમાં સુશાંત માધુરી દિક્ષિતનુ ફેમસ ગીત ચને કે ખેતમાં ડાન્સ કરી રહ્યો છે, સાથે એક છોકરી છે, આ છોકરી સુશાંત સિંહની ભાણી છે. વીડિયોમાં સુશાંત પોતાની ભાણી સાથે મસ્તી સાથે ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે.
ખાસ વાત છે કે સુશાંતના પરિવાર સાથેના એક પછી એક વીડિયો રિયા ચક્રવર્તીના તે દાવાઓને ખોટા ઠેરવી રહ્યાં છે, જેમાં કહેવાઇ રહ્યું છે કે સુશાંત અને પરિવાર વચ્ચે સંબંધો સારા ન હતા.
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત મોત મામલે તપાસમાં જોડાયેલી સીબીઆઇએ હવે અભિનેતાના મોબાઇલ ફોનને કબજે કરવા માટે મુંબઇ પોલીસને પત્ર લખ્યો છે. સીબીઆઇ સુશાંતના મોબાઇલની તપાસ કરવા માંગે છે, જેનાથી તેના વૉટ્સએપ ચેટની તપાસ થઇ શકે. સાથે એ પણ જાણી શકાય કે સુશાંતે મોબાઇલ દ્વારા આર્થિક લેવડદેવડ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement