શોધખોળ કરો
Advertisement
શું સુશાંત સિંહ રાજપુત મોત કેસનો સંબંધ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે છે ? જાણો વિગત
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ગૌરવ આર્યાનું નામ સામે આવ્યું છે. જેનો સીધો-સીધો સંપર્ક અંડરવર્લ્ડ સાથે હોવાનો કહેવામાં આવી રહ્યું છે. રિયાની ગૌરવ સાથેની ચેટ સામે આવી છે.
મુંબઈ: સુશાંત સિંહ રાજપુત મોત કેસમાં દિવસે દિવસે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે, હવે આ કેસમાં અંડરવર્લ્ડ કનેક્શન સામે આવ્યું છે. સૂત્રો અનુસાર, રિયા ચક્રવર્તીનું અંડરવર્લ્ડ કનેક્શન સામે આવ્યું છે. હવે સવાલ એ છે કે, શું આ કેસનો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ છે ? ડ્રગ્સ કેસમાં રિયા જે શખ્સ સાથે વ્હોટ્સ એપ પર ચેટ કરી રહી હતી તેનો સીધો-સીધો સંબંધ અંડરવર્લ્ડ સાથે છે. તે શખ્સનું નામ ગૌરવ આર્યા છે.
એબીપી ન્યૂઝના સૂત્રોનું માનીએ તો ગૌરવ આર્યા અંડરવર્લ્ડ ડ્રગ્સ માફિયાના રેકેટ સાથે જોડાયેલો છે. મુંબઈના મોટા મોટા ક્લાયટ્સ અને મોટી મોટી રેવ પાર્ટીમાં તે ડ્રગ્સ પહોંચાડે છે. રિયા ચક્રવર્તી તેમાંથી એક ક્લાયન્ટ છે. વર્ષ 2015 પહેલાથી રિયા, ગૌરવ આર્યાને જાણતી હતી અને સંપર્કમાં હતી. ડ્રગ્સના મોટા રેકેટમાં દાઉદનું નામ ઘણીવાર સામે આવતું રહ્યું છે.
ગૌરવ આર્યા, અબુ ઈસ્માઈલ આઝમી નામના શખ્સ સાથે જોડાયેલો છે. આ બન્નેએ ગોવામાં હોટલ ખોલી રાખી છે. બન્નેની સોધખોળ ચાલી રહી છે. 2018માં દિલ્હી પોલીસના નારકોટિક્સ સેલે એક મોટા ઈન્ટરનેશનલ ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ચાલીસ કરોડનો એમડીએમએ જપ્ત કરવામાં આવ્યા હતો. આ મામલે આઝમીની ધરપકડ કરાઈ હતી. તેના તાર યૂકેના અંડરવર્લ્ડના ડ્રગ રેકેટ સાથે જોડાતા હતા. ચેટમાં ગૌરવ સાથે રિયા એમડીએમએ અંગે વાત કરી રહી હતી. અબુ આઝમી આ સમગ્ર મામલે મહત્વની કડી બની ગયો છે.
સુંશાત કેસમાં સંદીપ સિંહ હાલમાં સૌથી ચર્ચિત નામ છે. સંદીપને એક્ટરનો મિત્ર માનવામાં આવતો પરંતુ, હવે સંદીપ સિંહે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. ખાસ વાત તો એ છે કે, થોડા દિવસ પહેલા સંદીપ મીડિયા સામે ખૂબ વાતો કરી રહ્યો હતો તે હવે મૌન થઈ ગયો છે.
સુશાંત સિંહ રાજપૂતના જન્મદિવસનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જે 2017નો હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમાં એક શખ્સ જોવા મળી રહ્યો છે જેનું નામ ઈમ્તિયાઝ ખત્રી છે. અને હવે તેના પર પણ સાવલ ઉઠી રહ્યાં છે. મહારાષ્ટ્ર ભાજપ નેતા રામ કદમે પોલીસને ઘેરી રહ્યાં છે. તેમને સવાલ છે કે, સુશાંતના મોત બાદ ઈમ્તિયાઝ ખત્રી ચૂપ અને લાપતા કેમ છે. આ વીડિયો પોલીસ તપાસમાંથી કેવી રીતે છૂટી ગયો ? મહારાષ્ટ્ર સરકાર કોને બચાવવા માંગે છે.
ઈમ્તિયાઝ ખત્રી વ્યવસાયે એક બિલ્ડર છે. તેની આઈએનક ઈફ્રાસ્ટ્રક્ચર નામની કંપની છે. તેણે 2017માં વીવીઆઈપી યુનિવર્સલ એન્ટરટેઈનમેન્ટ કંપની બનાવી હતી. જે બોલિવૂડના નવા કલાકારોને તક આપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement