શોધખોળ કરો
સુશાંતના મોત બાદ દુઃખી થયેલા આ એક્ટરે ફિલ્મમેકરો પર કેરેક્ટરો વેચવાના લગાવ્યા ગંભીર આરોપો, જાણો વિગતે
જીશાન અય્યૂબે કહ્યું કે સુશાંતના મોત બાદ ચાલેલી આ ઇનસાઇડર અને આઉટસાઇડરની ડિબેટમાં કેટલાય લોકો પોતાના વ્યક્તિગત લાભ મેળવી રહ્યાં છે. કેટલાક લોકો પોતાનો પર્સનલ પાપડ શેકી રહ્યાં છે. મને દુઃખ થઈ રહ્યું છે કે આપણી વચ્ચે આવુ મોત થઇ ગયુ અને લોકો ગેમ રમી રહ્યાં છે. બહુજ નકારાત્મકતા ફેલાઇ ગઇ છે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા બાદ બૉલીવુડમાં નેપૉટિઝ્મની ચર્ચા શરૂ થઇ ગઇ છે. કંગના રનૌત, વિવેક ઓબેરૉય, સૈફ અલી ખાન સહિતના સ્ટાર્સ હવે નેપૉટિઝ્મ પર ખુલીને બોલાવા લાગ્યા છે. વળી, હવે આ લિસ્ટમાં વધુ એક એક્ટરનુ નામ પણ ઉમેરાય છે, એક્ટર જીશાન અય્યૂબનું કહેવુ છે કે જેટલુ દેખાઇ રહ્યું છે, સમસ્યા એનાથી કેટલીય મોટી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેને કહ્યું કે આ નેપૉટિઝ્મ પર ચર્ચા કરવી નિરર્થક છે.
જીશાન અય્યૂબે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું- આને થોડુ વિચિત્ર બનાવવામાં આવી રહ્યું છે. આ આખી ડિબેટ નેપૉટિઝ્મને લઇને ચાલી રહી છે. પણ અસલમાં મુદ્દો આનાથી પણ વધારે ગંભીર છે. સૌથી મોટી વાત એ છે કે અમારાથી જુઠ્ઠુ બોલવામાં આવી રહી છે. તમને કહેવામાં આવે છે કે તમારા એ કરવાનુ છે, સાથે તમને પૉસ્ટર પર પણ જગ્યા આપવાનો વાયદો કરવામાં આવે છે, પરંતુ મેકર્સ અસલમાં તમને કેરેક્ટર એ કહીને વેચે છે કે આ પૉસ્ટર લાયક નથી. પણ ફિલ્મ કરતા કરતા આ સાઇડ કેરેક્ટર બની જાય છે.
જીશાન અય્યૂબે આગળ કહ્યું- શૂટિંગ દરમિયાન એક્ટરને બતાવ્યા વિનાજ સ્ક્રિપ્ટમાં ફેરફારો કરી દેવામાં આવે છે. તેને કહ્યું- પ્રમૉશન સમયે કોઇ આ ફાઇટની વાત નથી કરતા. જે એક્ટર કામ કરે છે તેની પાસે ફાઇટ કરવાનો ટાઇમ નથી હોતો. અમને લાગે છે કે પૉસ્ટર વિશે કોણ ફાઇટ કરશે, કે પછી ક્રેડિટ્સ દરમિયાન જે વાયદો કર્યો હતો તેવુ નામ કેમ નથી આપવામાં આવતુ. કેટલીકને છોડીને મને મોટાભાગની ફિલ્મોમાં મને કહેવામાં આવ્યુ કે તમે પૉસ્ટરમાં હશો, પણ હું જોઇ ત્યારે ખબર પડે કે ા શું થયું, પૉસ્ટરમાં હું હતો. આ રીતના ફેરફારો ઓડિયન્સ પ્રત્યે તમારો દેખાવ બદલે છે.
જીશાન અય્યૂબે કહ્યું કે સુશાંતના મોત બાદ ચાલેલી આ ઇનસાઇડર અને આઉટસાઇડરની ડિબેટમાં કેટલાય લોકો પોતાના વ્યક્તિગત લાભ મેળવી રહ્યાં છે. કેટલાક લોકો પોતાનો પર્સનલ પાપડ શેકી રહ્યાં છે. મને દુઃખ થઈ રહ્યું છે કે આપણી વચ્ચે આવુ મોત થઇ ગયુ અને લોકો ગેમ રમી રહ્યાં છે. બહુજ નકારાત્મકતા ફેલાઇ ગઇ છે.
જીશાન અય્યૂબે કહ્યું કે સુશાંતના મોત બાદ ચાલેલી આ ઇનસાઇડર અને આઉટસાઇડરની ડિબેટમાં કેટલાય લોકો પોતાના વ્યક્તિગત લાભ મેળવી રહ્યાં છે. કેટલાક લોકો પોતાનો પર્સનલ પાપડ શેકી રહ્યાં છે. મને દુઃખ થઈ રહ્યું છે કે આપણી વચ્ચે આવુ મોત થઇ ગયુ અને લોકો ગેમ રમી રહ્યાં છે. બહુજ નકારાત્મકતા ફેલાઇ ગઇ છે.
વધુ વાંચો
Advertisement





















