શોધખોળ કરો
Advertisement
સુશાંત મૃત્યુ કેસમાં આ હૉટ એક્ટ્રેસ સામે નોંધાઈ FIR, ધરપકડથી બચવા એક્ટ્રેસે શું કરી તૈયારી?
રિયા ચક્રવર્તી ધરપકડથી બચવા માટેની તૈયારીઓમાં લાગી ગઇ છે. હવે એબીપી ન્યૂઝને માહિતી મળી છે કે રિયા આજે કોર્ટમાં પોતાના આગોતરા જામીન માટે અરજી કરી શકે છે. ગઇ રાત્રે તેને જાણીતા વકીલ સતિશ માન શિંદેની જૂનિયર વકીલ રિયાના ઘરે પહોંચી હતી
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતે કેસમાં સુશાંતના પિતા દ્વારા પટનામાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સામે એફઆઇઆઇ નોંધાવી છે. આ એફઆઇઆરમાં રિયા ચક્રવર્તી સામે કેટલાય ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. બિહારમાં નોંધાયેલા કેસ બાદ હવે રિયા ચક્રવર્તી પર ધરપકડની તલાવાર લટકી રહી છે, પોલીસ ગમે ત્યારે તેની ધરપકડ કરી શકે છે.
રિયા ચક્રવર્તી ધરપકડથી બચવા માટેની તૈયારીઓમાં લાગી ગઇ છે. હવે એબીપી ન્યૂઝને માહિતી મળી છે કે રિયા આજે કોર્ટમાં પોતાના આગોતરા જામીન માટે અરજી કરી શકે છે. ગઇ રાત્રે તેને જાણીતા વકીલ સતિશ માન શિંદેની જૂનિયર વકીલ રિયાના ઘરે પહોંચી હતી. જાણકારી અનુસાર રિયા ચક્રવર્તીએ વકીલને પોતાનો કન્સેન્ટ સાઇન કરીને આપ્યો છે, હવે આ મામલે તે કાયદેસરની મદદ લઇ શકે છે. એટલે કે ધરપકડથી બચવા રિયા જામીન અરજી કરી શકે છે.
જોકે, અધિકારીક રીતે આ બધુ બહાર નથી આવ્યુ કે રિયા ક્યારે અને કઇ કોર્ટમાં જામીન અરજી આપશે. વળી, બિહારતી 4 પોલીસ અધિકારીઓની ટીમ પણ મુંબઇ પહોંચી ગઇ છે. જે આ મામલે તપાસ કરશે. આજે બિહાર પોલીસ આ કેસમાં મુંબઇ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ મુખ્ય દસ્તાવેજો માંગી શકે છે.
સુશાંતના પિતા દ્વારા 25 જુલાએ રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆરમાં રિયા ચક્રવર્તી ઉપરાંત ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમુઅલ મિરિંડા, શ્રુતિ મોદી અને અન્ય વિરોધ છેતરપિંડી, બેઇમાની, બંધક બનાવીને રાખવા, અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે.
સુશાંતના પિતાએ પોતાની અરજીમાં કહ્યું કે, આ કાવતરામાં રિયા અને તેના પરિવારજનો ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તીએ મારા દીકરા સાથે ખુબ નજીકના સંબંધો બનાવી લીધા હતા, અને મારા દીકરાની દરેક વાતમાં હસ્તક્ષેપ કરવા લાગ્યા હતા. આ ઉપરાંત મારો દીકરો જ્યાં રહેતો હતો, તે ઘર પણ છોડાવી દીધુ, કહ્યું કે અહીં ભૂત-પ્રેત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement