શોધખોળ કરો
Advertisement
Aryan Khan કેસમાં Shah Rukh Khan પાસેથી 25 કરોડ વસૂલવાનો હતો પ્લાન, FIRમાં થયો મોટો ખુલાસો, Sameer Wankhede રડાર પર
Aryan Khan Case: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં તત્કાલીન ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે ફરી એકવાર ચર્ચામાં છે. તેના પર સાક્ષી ગોસાવી સાથે મળીને શાહરૂખ ખાન પાસેથી 25 કરોડની ઉચાપત કરવાનો આરોપ છે.
Aryan Khan Drug Case: એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરી એકવાર ચર્ચામાં છે. સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં ખુલાસો થયો છે કે એનસીબી અધિકારી સમીર વાનખેડે વતી સાક્ષી કેપી ગોસાવીએ આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં બચાવવા માટે શાહરૂખ ખાન પાસેથી 25 કરોડ રૂપિયા પડાવવાની યોજના બનાવી હતી. ચાલો જાણીએ કે FIRમાં અન્ય કયા કયા મોટા ખુલાસા થયા છે.
CBIની FIRમાં શું થયા ખુલાસા
- સાક્ષી કેપી ગોસાવી જેની આર્યન ખાન સાથેની સેલ્ફી વાયરલ થઈ હતી તેણે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સાથે મળીને શાહરૂખ ખાન પાસેથી 25 કરોડ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો.
- સીબીઆઈએ 2008 બેચના આઈઆરએસ અધિકારી સમીર વાનખેડે, એનસીબીના સુપરિન્ટેન્ડેન્ટ વીવી સિંહ અને આર્યન ખાન ડ્રગ્સ કેસમાં તત્કાલીન તપાસ અધિકારી આશિષ રંજન, કેપી ગોસાવી અને તેના સહયોગી ડિસોઝાને કેસમાં આરોપી તરીકે નામ આપ્યા છે.
- સીબીઆઈના જણાવ્યા અનુસાર વાનખેડે અને અન્ય આરોપીઓએ કથિત રીતે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સના કેસમાં ફસાવવા માટે 25 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી.
- સીબીઆઈ એફઆઈઆર મુજબ એનસીબીની વિશેષ તપાસ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આર્યન ખાન સહિત અન્ય આરોપીઓને સાક્ષી કેપી ગોસાવીના અંગત વાહનમાં એનસીબી ઓફિસ લાવવામાં આવ્યા હતા.
- કે.પી.ગોસાવીને જાણીજોઈને આરોપી સાથે રહેવા દેવાયા હોવાનું પણ એફઆઈઆરમાં બહાર આવ્યું છે. જેથી જોઈ શકાય કે તે NCB અધિકારી પણ છે.
- સાક્ષી ગોસ્વીને આર્યન ખાન સહિત અન્ય આરોપીઓ સાથે હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી હતી, કારણ કે આ સ્થિતિ સંપૂર્ણ આયોજન સાથે બનાવવામાં આવી હતી.
- નિયમ વિરૂદ્ધ દરોડા પાડ્યા બાદ ગોસાવી પણ NCB ઓફિસ પહોંચ્યા હતા.
- ગોસાવીને આર્યન સાથે સેલ્ફી લેવાની છૂટ આપવામાં આવી હતી. તે દરમિયાન આ સેલ્ફીની ખૂબ ચર્ચા થઈ હતી.
- FIR મુજબ કેપી ગોસાવીએ આર્યનને છોડાવવા માટે 25 કરોડની ઉચાપત કરવાનું કાવતરું ઘડ્યું હતું પરંતુ બાદમાં 18 કરોડ રૂપિયામાં ડીલ ફાઈનલ થઈ હતી.
- એફઆઈઆરમાં એવું પણ બહાર આવ્યું છે કે ગોસાવીએ રૂપિયા 50 લાખની ટોકન રકમ લીધા બાદ પૈસાનો એક ભાગ પરત કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement