શોધખોળ કરો
Advertisement
કરીના કપૂરની બીજી ડીલિવરી પણ 91 વર્ષના આ પારસી ડોક્ટરે કરાવી, કરીના જન્મી ત્યારે પણ એ જ ડોક્ટર હતા ને.....
ડો. સોનાવાલા ઘણી સેલિબ્રિટીની ડીલીવરી કરાવી ચૂક્યા છે. 91 વર્ષીય ડૉક્ટર રૂસ્તમ સોનાવાલા 1948થી પ્રેક્ટિસ કરે છે .
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી કરીના કપૂરે 20 ફેબ્રઆરીની રાત્રે દીકરાને જન્મ આપ્યો છે. કરીનાએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો છે. કરીનાનો પહેલો દીકરો તૈમૂર 2016માં આ જ હોસ્પિટલમાં જન્મ્યો હતો. યોગાનુયોગ એ ડીલીવરી પણ ડો. રૂસ્તમ સોનાવાલાએ જ કરાવી હતી. રસપ્રદ વાત એ છે કે, કરીનાનો જન્મ થયો ત્યારે કરીનાની માતા બબિતાની ડીલીવરી પણ ડો. રૂસ્તમ સોનાવાલાએ જ કરાવી હતી. ડૉ. રૂસ્તમ સોનાવાલાએ બબિતાની બંને ડિલિવરી કરાવી હતી.
વાસ્તવમાં ડો. સોનાવાલા ઘણી સેલિબ્રિટીની ડીલીવરી કરાવી ચૂક્યા છે. 91 વર્ષીય ડૉક્ટર રૂસ્તમ સોનાવાલા 1948થી પ્રેક્ટિસ કરે છે અને બબિતા ઉપરાંત નીતુ સિંહ, ગૌરી ખાન, જયા બચ્ચનની પણ ડિલિવરી કરાવી ચૂક્યા છે. ડૉક્ટર સોનાવાલા કપૂર-બચ્ચન ફેમિલી ઉપરાંત વિજય માલ્યાની પત્નીની ડિલિવરી પણ કરાવી હતી.
પદ્મશ્રીથી સન્માનિત ડો. સોનાવાલાની જીવનકથા 'લાઈફગિવર'માં તેમની લાંબી કારકિર્દીની ઘણી રસપ્રદ વાતો લખી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement