શોધખોળ કરો
Advertisement
સુશાંત કેસમાં આ વ્યક્તિ પર આવી રહ્યાં છે રોજના સેંકડો ધમકીભર્યા કૉલ, લોકો કહે છે તે ગળુ દબાવીને મારી નાંખ્યો
બુધવારે વિશાલ બંડગારે કહ્યું કે, તેને ફોન પર ધમકીઓ મળી રહી છે. ડ્રાઇવેર જણાવ્યુ કે તેને દિવસમાં સેંકડો કૉલ આવી રહ્યા છે, તેને ગાળોની સાથે સાથે ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. તેનુ કહેવુ છે કે આ ધમકીઓ અને ગાળો સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ આપી રહ્યાં છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં હજુ ઉકેલાયો નથી, ફિલ્મ નિર્માતા-ડાયરેક્ટોની સાથે સાથે હવે સુશાંતના ફેનનો ભોગ એમ્બ્યૂલન્સ ડ્રાઇવર બની રહ્યો છે. સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહને લઇને જનારો એમ્બ્યૂલન્સ ડ્રાઇવર વિશાલ બાંડગર ધમકીભર્યા કૉલથી ડરી ગયો છે.
બુધવારે વિશાલ બંડગારે કહ્યું કે, તેને ફોન પર ધમકીઓ મળી રહી છે. ડ્રાઇવેર જણાવ્યુ કે તેને દિવસમાં સેંકડો કૉલ આવી રહ્યા છે, તેને ગાળોની સાથે સાથે ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. તેનુ કહેવુ છે કે આ ધમકીઓ અને ગાળો સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ આપી રહ્યાં છે. સુશાંત સિંહે 14 જૂને બ્રાન્દ્રામાં પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ કેસની તપાસ હાલ મુંબઇ પોલીસ અને બિહાર પોલસ કરી રહ્યા છે.
વિશાલ બંડગારે કહ્યું કે, મારો ભાઇ અને હું શહેરમાં કેટલીય હૉસ્પીટલ માટે સર્વિસ આપીએ છીએ. પરંતુ ક્યારેય આવુ નથી થયુ. પરંતુ જ્યારથી અમે સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહને અમારી એમ્બ્યૂલન્સમાં લઇને ગયા છીએ. લોકો અમને હજુ સુધી ધમકીઓ આપી રહ્યાં છે. બંડગારે કહ્યું કે, લોકો કૉલ કરીને અમને ખરાબ ગાળો આપે છે, અને કહે છેકે એમ્બ્યૂલન્સમાં લઇ જતી વખતે સુશાંત સિંહ રાજપૂત જીવતો હતો.
વિશાલે કહ્યું - તે લોકોનો આરોપ છે કે અમે સુશાંતની ગળુ દબાવીને હત્યા કરી નાંખી અને અમને ભગવાન સજા આપશે અને મારી નાંખશે. બંડગાર બંધુઓએ ચાર એમ્બ્યૂલન્સે ખરીદી છે, અને તેના પર ચાર કૉન્ટેક્ટ નંબર લખેલા છે. આ ચારેય નંબરો પર આખા દેશમાંથી દરરોજ કૉલ આવી રહ્યાં છે. તેમનુ કહેવુ છે કે તે લોકો આ વાતને લઇને પોલીસમાં ફરિયાદ કરવાની પ્લાનિંગ કરી રહ્યાં છે.
નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતનો કેસ બે રાજ્યોની પોલીસ વચ્ચે છે. મુંબઇ અને પટના પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે બિહાર સરકારની ભલામણને સ્વીકારીને આ કેસને હવે સીબીઆઇ તપાસ માટે આપી દીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
દેશ
Advertisement