(Source: ECI/ABP News/ABP Majha)
Happy Birthday Sanjay Dutt: સંજયના જન્મદિવસ પર પત્ની માન્યતાએ શેર કરી સ્પેશ્યલ પૉસ્ટ, કહ્યું -'રૉકસ્ટાર'
સંજય દત્તની વાત કરીએ તો, તે બૉલીવુડ સુપરસ્ટાર સુનીલ દત્ત અને નરગીસનો દીકરો છે, અને ખુદ પણ બૉલીવુડનો એક સફળ એક્ટર છે. સંજય દત્તનો જન્મ 29 જુલાઇ 1959ના રોજ મુંબઇમાં થયો હતો,
Maanayata Dutt Instagram Post: બૉલીવુડ સુપરસ્ટાર સંજય દત્ત (Sanjay Dutt) આજે એક મોટુ નામ છે, તેને ઇન્ડસ્ટ્રીમાં ખુબ મોટુ નામ કમાવી લીધુ છે. આજે સંજય દત્ત પોતાનો 63 મો જન્મદિવસ મનાવી રહ્યો છે. સંજય દત્તે વર્ષ 1981મા આવેલી ફિલ્મ 'રૉકી' (Rocky) થી બૉલીવુડમાં પગ મુક્યો હતો, આ પછી તેને ચાર દાયકા સુધી પણ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં નામ જાળવી રાખ્યુ છે. સંજય દત્તના જન્મદિવસ પર પત્ની માન્યતા દત્તે એક સ્પેશ્યલ પૉસ્ટ શેર કરી છે. જે ખુબ વાયરલ થઇ રહી છે.
માન્યતા દત્તે એક તસવીર શેર કરી છે, જેમાં સંજય દત્ત વર્કઆઉટ કરતો દેખાઇ રહ્યો છે, તેને તસવીરમાં ડમ્બલ પકડેલુ છે, અને તે બાયસેપ્સ ફ્લૉન્ટ કરતો દેખાઇ રહ્યો છે. સંજય દત્ત 63 વર્ષની ઉંમરમાં પણ ખુદને ફિટ રાખે છે. તે પોતાની ફિટનેસનુ ખુબ ધ્યાન રાખે છે.
પતિને કહ્યું રૉકસ્ટાર -
માન્યતાએ સંજય દત્તની તસવીર શેર કરતા લખ્યું- હેપ્પી બર્થડે મારા રૉકસ્ટાર. હંમેશાની જેમ બધાને ઇન્સ્પાયર કરતા રહો. માન્યતાની આ પૉસ્ટ પર સેલેબ્સ અને ફેન્સની જબરદસ્ત કૉમેન્ટ આવી રહી છે. તમામ લોકો સંજય દત્તને બર્થડે વિશ કરી રહ્યાં છે.
View this post on Instagram
સંજય દત્તની વાત કરીએ તો, તે બૉલીવુડ સુપરસ્ટાર સુનીલ દત્ત અને નરગીસનો દીકરો છે, અને ખુદ પણ બૉલીવુડનો એક સફળ એક્ટર છે. સંજય દત્તનો જન્મ 29 જુલાઇ 1959ના રોજ મુંબઇમાં થયો હતો, અને આજે તે 63 વર્ષની ઉંમરે પહોંચી ગયો છે. સંજય દત્તના ત્રણ બાળકો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સંજય તાજેતરમાં જ રિલીઝ થયેલી શમશેરમાં જોવા મળ્યો હતો. હવે સંજય પોતાની આગામી ફિલ્મમાં દેખાશે, આ એક રોમાન્ટિક કૉમેડી ફિલ્મ છે, જેમાં તે રવિના ટંડન, પાર્થ સમથાન, અરુણા ઇરાણીની સાથે દેખાશે.
View this post on Instagram