મહારાષ્ટ્ર મહિલા આયોગે Uorfi Javed માટે સુરક્ષાની કરી માંગ, મુંબઈ પોલીસ કમિશનરને લખ્યો પત્ર
Uorfi Javed: બીજેપી નેતા ચિત્રાએ મારવાની ધમકી આપ્યા બાદ મહિલા આયોગને ઉર્ફીએ ફરિયાદ કરી હતી. રાજ્ય મહિલા આયોગે હવે ઉર્ફીની સુરક્ષા માટે મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે.
Uorfi Javed Securtiy: સોશિયલ મીડિયા ક્વિન ઉર્ફી જાવેદ (Uorfi Javed)કોઈના કોઈ બહાને હંમેશા ચર્ચામાં રહેવાનું પસંદ કરે છે. તે તેના અતરંગી અંદાજ અને ચિત્રવિચિત્ર કપડાંને લઈને હમેશા હંગામો ઊભો કરે છે. અવારનવાર તે ચર્ચામાં રહેવા માટે ચિત્રવિચિત્ર કપડાં પહેરીને મુંબઈના રસ્તાઓ પર સ્પોટ થાય છે. જેના લીધે ઘણા લોકો તેને ટ્રોલ પણ કરે છે. હાલમાં જ ઉર્ફી જાવેદ (Uorfi Javed) બીજેપી મહારાષ્ટ્ર મહિલા મોરચાની અધ્યક્ષ ચિત્રા કિશોર વાઘ સાથે ચાલી રહેલા વિવાદને લઈને ચર્ચામાં છે. બીજેપી નેતાએ ગત અઠવાડિયે ઉર્ફી વિરુદ્ધ મુંબઈના રસ્તા પર અંગ પ્રદર્શન કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ઉર્ફીએ બીજેપી નેતા ચિત્રા વાઘ વિરુદ્ધ મહારાષ્ટ્ર મહિલા આયોગમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મહારાષ્ટ્ર મહિલા આયોગે મુંબઈ પોલીસ કમિશનરને લખ્યો પત્ર
મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગ વતી આ મામલે પગલાં લેતા મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર અભિનેત્રી ઉર્ફી જાવેદની સુરક્ષાને વધુ મજબૂત કરવાના સંદર્ભમાં લખવામાં આવ્યો છે. ઉર્ફી જાવેદ (Uorfi Javed) ગયા અઠવાડિયે રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચકણકરને મળી હતી. મહિલા આયોગના અધ્યક્ષને મળીને ઉર્ફી જાવેદે સમગ્ર ઘટનાની જાણ કરી હતી. બીજેપી નેતા ચિત્રા વાઘે તેને જાહેરમાં મારવાની ધમકી આપ્યા બાદ ઉર્ફીએ મહિલા આયોગમાં તેની ફરિયાદ નોંધાવી હતી.
ઉર્ફીએ ભાજપ નેતા ચિત્રા વાઘ પર આરોપ લગાવ્યો હતો
ઉર્ફી જાવેદે આરોપ લગાવ્યો છે કે ભાજપ મહારાષ્ટ્ર મહિલા મોરચાના પ્રમુખ ચિત્રા વાઘે પોતાના રાજકીય લાભ કે અંગત પ્રચાર માટે મીડિયા દ્વારા જાહેરમાં તેને મારવાની ધમકી આપી છે. તેથી જ તેને ડર છે કે તેના પર ગમે ત્યારે ગમે ત્યાં હુમલો થઈ શકે છે.
મહિલા આયોગે ઉર્ફીની સુરક્ષાને વધુ મજબૂત કરવા સૂચના આપી હતી
આવી સ્થિતિમાં ઉર્ફીની ફરિયાદ પર રાજ્ય મહિલા આયોગ તરફથી મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે પોલીસે ઉર્ફી જાવેદની સુરક્ષા વધુ મજબૂત કરવી જોઈએ. આ સાથે આ સમગ્ર મામલે કોઈ કાર્યવાહી કરો અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે મહિલા આયોગને પણ જણાવો.