ઈન્ડસ્ટ્રીના આ જાણીતા એક્ટરે ખરાબ સમયમાં Urfi Javedને આપ્યો સાથ, ઈદ પર પોસ્ટ કરી કહ્યું- આભાર
ઉર્ફી જાવેદ (Urfi Javed) સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. ઉર્ફી જે પણ બોલે છે, જે પણ કરે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે.
Urfi Javed Apprication Post On Aly Goni: ઉર્ફી જાવેદ (Urfi Javed) સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. ઉર્ફી જે પણ બોલે છે, જે પણ કરે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. ઈદ (Eid) ના તહેવાર પર તે બિંદાસ બોલ્ડ સાડી લૂકમાં જોવા મળી હતી. જેને લઈને તે ટ્રોલર્સના નિશાના પર છે. પરંતુ આ કોઈ નવી વાત નથી. હાલ પૂરતું, અમે અહીં તેમની ઈદ નિમિત્તે કરવામાં આવેલી એક પોસ્ટ વિશે વાત કરીશું, જેમાં તેણે ઈદ-ઉલ-અદહા (Eid 2022) પર ખાસ વ્યક્તિને અભિનંદન આપતા ઘણી સુંદર વાતો લખી છે.
અલી ગોની માટે લખેલી પ્રશંસા પોસ્ટ
અહીં અમે ઉર્ફીની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી વિશે વાત કરી રહ્યા છીએ અને જેના વિશે તેણે સુંદર વાતો લખી છે, તે બીજું કોઈ નહીં પણ પ્રખ્યાત ટીવી એક્ટર અલી ગોની છે.
ઉર્ફીએ ઇન્સ્ટાગ્રામ પર પ્રશંસા પોસ્ટ લખીને અલી ગોનીનો આભાર માન્યો છે. અલીની તસવીર શેર કરતા ઉર્ફીએ લખ્યું, “આ અલી ગોની માટે પ્રશંસાની પોસ્ટ છે, જેણે હંમેશા મને સપોર્ટ કર્યો. અલી હું તમારો પૂરતો આભાર માની શકતી નથી. જ્યારે હું ઉદાસ હતી અને બધા મારી વિરુદ્ધ હતા ત્યારે તમે મને પ્રોત્સાહન આપ્યું. ઈદ મુબારક.” અલી ગોનીએ પણ ઉર્ફીની પોસ્ટ શેર કરી અને તેને ઈદની શુભેચ્છા પાઠવી છે.
ઈદ પર પણ સાડીમાં બતાવ્યો શાનદાર અંદાજ
આ ખાસ અવસર પર પણ ઉર્ફી જાવેદે પોતાનો શાનદાર લુક બતાવ્યો હતો. પીળી સાડી સાથે સ્ટ્રેપલેસ બિકીની બ્લાઉઝ પહેરીને ઘરની બહાર નીકળી હતી. આ ડ્રેસમાં તે હંમેશાની જેમ ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી હતી. તેની પાસે ટ્રોલ્સની કોઈ કમી નથી, પરંતુ હવે તેની ફેન ફોલોઈંગ પણ અદ્દભૂત થઈ ગઈ છે. રણવીર સિંહ જેવા સ્ટાર્સ તેને ફેશન આઈકોન કહે છે. ઉર્ફી ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઉર્ફી જાવેદની તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને સતત ચર્ચામાં રહે છે.