(Source: ECI/ABP News/ABP Majha)
Watch: 'ગંગૂબાઈ' બની Alia Bhatt ને ટક્કર આપી રહી છે Urfi Javed
ઉર્ફી જાવેદ દરરોજ પોતાની નવી સ્ટાઈલને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ઉર્ફી ક્યારેક તેના કપડાંને લઈ તો ક્યારેક પોતાની વાતને લઈ ચર્ચામાં રહે છે.
Urfi Javed Video: ઉર્ફી જાવેદ દરરોજ પોતાની નવી સ્ટાઈલને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ઉર્ફી ક્યારેક તેના કપડાંને લઈ તો ક્યારેક પોતાની વાતને લઈ ચર્ચામાં રહે છે. આ બધા ઉપરાંત, એવું લાગે છે કે ઉર્ફી આલિયા ભટ્ટથી ખૂબ જ પ્રભાવિત છે. એટલે જ તો તેણે પોતાના અંદાજમાં ટક્કર આપતી જોવા મળે છે.
વાસ્તવમાં ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આમાં તેણે આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનો ગેટઅપ કર્યો છે. એ જ અંદાજ, એ જ અદાઓ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી જાવેદ આલિયા જેવી દેખાઈ રહી છે. ઢોલિડા ગીત પર તેના હાથમાં બંગડીઓ, કાનમાં બુટ્ટી લગાવતી જોવા મળે છે. આ શેર કરતાં તેણે લખ્યું, 'પહેચાના કોન ? આ લુકને રિક્રિએટ કરવામાં ઘણી મજા આવી. તમને યાદ કરાવી દઉં કે થોડા દિવસ પહેલા જ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મનું પહેલું ગીત ઢોલિડા રિલીઝ થયું હતું.
આ ફિલ્મનો એક સેલિબ્રિટી ગરબા નંબર છે, જેમાં ગંગુબાઈ ઉર્ફે આલિયા ભટ્ટ ઢોલની ધૂન પર ડાન્સ કરતી જોવા મળી હતી. તેને રિક્રિએટ કરતી વખતે ઉર્ફી જાવેદ આલિયાને ટક્કર આપતા જોવા મળે છે. હા, આ અમારું નહી, પણ ચાહકોનું કહેવું છે. લોકો તેમના વખાણ કરતા થાકતા નથી. આ વીડિયોને અત્યાર સુધી થોડી જ મિનિટોમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે, તેણે પહેલીવાર સારા કપડા પહેર્યા છે. હવે બધા જ જાણે છે કે ઉર્ફી તેના સ્ટાઈલને લઈ જાણીતી છે.
Urfi Javed આ સ્ટારને કરી રહી છે ડેટ, જાણો કોણ છે તેનો પ્રેમી ને શું કરે છે ?
ટીવીની દુનિયામાં પોતાની ફેશન અને સ્ટાઇલને લઇને તહેલકો મચાવનારી ઉર્ફી જાવેદને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે તે પોતાની લવ લાઇફ અને પ્રેમીને લઇને ચર્ચામાં આવી છે. બહુ ઓછા લોકો જાણે છે કે ઉર્ફી જાવેદનો પ્રેમી કોણ છે અને તે કોણે ડેટ કરી રહી છે, પરંતુ હવે આ વાતનો ખુલાસો એક પૉસ્ટથી થઇ ગયો છે.
ઉર્ફી જાવેદ આ સ્ટારને કરી રહી છે ડેટ-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉર્ફી જાવેદ આ દિવસોમાં એક ઈન્ડો-કેનેડિયન સિંગરને ડેટ કરી રહી છે. આ કેનેડિયન ગાયકનું નામ કુંવર છે. આ બંને વચ્ચેના સંબંધોના સમાચારને ત્યારે વેગ મળ્યો જ્યારે ઈન્ડો-કેનેડિયન ગાયકે તેની સાથે ઉર્ફી જાવેદની તસવીર શેર કરી. આ તસવીરમાં ઉર્ફી સિંગર સાથે રોમેન્ટિક પોઝમાં જોવા મળી હતી. આ તસવીર પોસ્ટ કરતાં કુંવરે કેપ્શનમાં લખ્યું- ‘ઘણું બધું છે જે તૈયાર થઈ રહ્યું છે.’