શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી હિમાની શિવપુરી કોરોનાથી સંક્રમિત, મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ
હિમાનીએ કોરોનાના લક્ષણ નજર આવતા શુક્રવારે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને આજે સવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મુંબઈ: જાણીતી ફિલ્મ અને ટીવી અભિનેત્રી હિમાની શિવપુરી પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. 59 વર્ષની આ હિમાની શિવપૂરીને સારવાર માટે
મુંબઈની હોલી સ્પીરિટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હિમાનીએ એબીપી ન્યૂઝ સાથે કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટી કરતા કહ્યું કે, “હું થોડા સમય પહેલા જ હોલી સ્પીરિટ હોસ્પિટલમાં દાખલ થઈ છું. મને ડાયબિટીસ જેવી અન્ય બીમારીઓ પણ છે, એવામાં ડોક્ટે મને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે, નહીં તો હું ઘરે ક્વોરન્ટાઈન થઈ જતી.”
હિમાનીએ લક્ષણ નજર આવ્યા બાદ શુક્રવારે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને આજે સવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના બાદ હોસ્પિટલમાં દાખલ થયા છે. ઉલ્લેખનીય છે કે, હિમાની શિવપુરી હાલમાં ટીવી સીરિયલ ‘હપ્પૂ કી ઉલ્ટન પુલ્ટન’માં એક મહત્વની ભૂમિકા ભજવી રહી છે. હિમાનીએ 9 સપ્ટેમ્બરે સીરિયલનું શૂટિંગ કર્યું હતું. આ સિવાય તેણે 8 સપ્ટેમ્બરે એક એડ ફિલ્મનું પણ શૂટિંગ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
આરોગ્ય
દેશ
Advertisement