Vicky-Sara In TKSS: વિકી કૌશલે ખોલી પોતાના લગ્નજીવનની પોલ, કહ્યું- રિયલ લાઈફમાં નથી..
The Kapil Sharma Show: વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ જરા હટકે જરા બચકે 2 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ બંને સ્ટાર્સ આજકાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
Vicky Kaushal On His Marriage: વિકી કૌશલ અને સારા અલી ખાન આ દિવસોમાં દેશભરમાં તેમની આગામી ફિલ્મ 'જરા હટકે જરા બચકે'નું પ્રમોશન કરી રહ્યા છે. બંને અલગ-અલગ શહેરોમાં અને ઈવેન્ટમાં જઈને પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. હાલમાં જ બંનેએ 'ધ કપિલ શર્મા શો' માટે પણ શૂટિંગ કર્યું છે, જે થોડા દિવસોમાં ઓન એર થવા જઈ રહ્યો છે. શોનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે અને તેને જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં.
View this post on Instagram
આ ફિલ્મમાં વિકી અને સારા પતિ-પત્નીના રોલમાં છે. ફિલ્મના ટ્રેલરમાં સારા વિકીને માર મારતી પણ જોવા મળી રહી છે. ધ કપિલ શર્મામાં વિકીએ ફિલ્મના આ સીન પર મજાક ઉડાવી હતી અને આ સીનને તેની રિયલ લાઈફ સાથે જોડીને કંઈક નિવેદન આપ્યું હતું.
ફિલ્મોમાં પત્ની મારે છે માર, રિયલ લાઈફમાં નહી- વિકી
શોમાં કપિલ વિકીને કહે છે કે છેલ્લી કેટલીક ફિલ્મોમાં વિકી પતિની ભૂમિકા ભજવી રહ્યો છે અને તે ફિલ્મોમાં તે હંમેશા તેની પત્ની સાથે ઝગડતો રહે છે. આ સવાલ પર વિકી જવાબ આપે છે અને કહે છે કે હા છેલ્લી કેટલીક ફિલ્મમાં હું મારી પત્નીથી માર ખાઈ રહ્યો છું. આ ફિલ્મમાં પણ મારી પત્ની મને મારી રહી છે. જો કે રિયલ લાઈફમાં આવું કઈ છે નહી. આ પછી શોમાં બધા હસવા લાગે છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી વિકી અને કેટરિના કૈફ વચ્ચે અણબનાવના અહેવાલો આવતા રહે છે. જોકે, વિકીની વાત સાંભળીને એવું નથી લાગતું કે બંને વચ્ચે કંઈક ગરબડ હોય.
તમને જણાવી દઈએ કે વિકી કૌશલ અને સારા અલી ખાનની આ ફિલ્મ 2 જૂને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્માણ લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ હવે રિલીઝ થવાની રાહ જોઈ રહી છે. સારા અને વિકી આ ફિલ્મમાં પતિ-પત્નીના રોલમાં છે. આ ફિલ્મમાં બંનેની ખાટી-મીઠી તકરાર ભરી સફર જોવા મળશે.