(Source: ECI/ABP News/ABP Majha)
ITA Awards 2022: 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ જીત્યો ગોલ્ડન ફિલ્મ એવોર્ડ, વિવેક અગ્નિહોત્રીએ ટ્રોફી સાથે શેર કરી તસવીર
ફિલ્મ નિર્દેશકે પોતે ટ્રોફી સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને દર્શકોનો આભાર વ્યક્ત કર્યો છે
The Kashmir Files Wins ITA Awards 2022: બોલિવૂડ ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના નામમાં વધુ એક ટાઇટલ ઉમેરાયું છે. તાજેતરમાં યોજાયેલા ભારતીય ટેલિવિઝન એવોર્ડ્સ 2022 (ITA એવોર્ડ્સ 2022)માં આ ફિલ્મનું સન્માન કરવામાં આવ્યું છે.
Thank you @TheITA_Official for giving Golden award to #TheKashmirFiles.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) December 11, 2022
“This is people’s film. I m just the medium. We dedicate this award to all Kashmiri Hindu victims of Genocide.” pic.twitter.com/l60eGUxGlS
ફિલ્મને મળ્યું વધુ એક સન્માન
આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને ઘણો વિવાદ થયો છે. જો ફિલ્મ દર્શકોને પસંદ આવી તો કેટલાક લોકોએ તેને પ્રચાર ગણાવીને તેની ટીકા કરી હતી. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મે તેની રસપ્રદ વાર્તા સાથે ભારતીય સિનેમામાં ભારે પ્રભાવ ઉભો કર્યો છે. અગ્નિહોત્રીને ડાયરેક્ટર તરીકે પણ ઘણી પ્રશંસા મળી છે. હાલમાં આ ફિલ્મને ભારતીય ટેલિવિઝન એવોર્ડ્સ (ITA) ખાતે ભારતીય સિનેમાની ગોલ્ડન ફિલ્મ તરીકે એનાયત કરવામાં આવી હતી.
This award for #TheKashmirFiles being honoured as the Golden Film of Indian cinema is dedicated to all the victims of religious terrorism. @TheITA_Official #KashmirHinduGenocide pic.twitter.com/Uc6RpREPbm
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) December 12, 2022
હિંદુઓને સમર્પિત એવોર્ડ
ફિલ્મ નિર્દેશકે પોતે ટ્રોફી સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને દર્શકોનો આભાર વ્યક્ત કર્યો છે. એવોર્ડ શોના ફોટા શેર કરતા વિવેક અગ્નિહોત્રીએ લખ્યું, "#TheKashmirFiles ને ગોલ્ડન એવોર્ડ આપવા બદલ @TheITA_Official તમારો આભાર. તે એક લોકોની ફિલ્મ છે. હું ફક્ત માધ્યમ છું... અમે આ પુરસ્કારને નરસંહારથી પીડિત તમામ કાશ્મીરી હિંદુ પીડિતોને સમર્પિત કરું છું.
ફિલ્મનો એવોર્ડ જીત્યા પછી વિવેક અગ્નિહોત્રીએ અનેક ટ્વિટ્સ કર્યા હતા. તેમણે લખ્યું, "#TheKashmirFiles માટેનો આ એવોર્ડ ભારતીય સિનેમાની ગોલ્ડન ફિલ્મ તરીકે આપવામાં આવી રહ્યો છે, જે ધાર્મિક આતંકવાદના તમામ પીડિતોને સમર્પિત છે. @TheITA_Official #KashmirHinduGenocide"
તાજેતરમાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ના જ્યુરી હેડ અને ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નદવ લેપિડે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને 'અભદ્ર પ્રચાર' ગણાવ્યો હતો. આ અંગે ઘણો વિવાદ થયો હતો. 'ધ કાશ્મીર ફાઇલ્સ' ઉપરાંત, વિવેક અગ્નિહોત્રી ટૂંક સમયમાં કોરાના મહામારી પર તેની નવી ફિલ્મ 'ધ વેક્સીન વોર' માટે તૈયારી કરી રહ્યા છે, જે 15 ઓગસ્ટ, 2023 ના રોજ રિલીઝ થવાની છે. નિર્દેશકની પત્ની પલ્લવી જોશી દ્વારા નિર્મિત આ ફિલ્મ 10 થી વધુ ભાષાઓમાં રિલીઝ થશે.