CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં ફરી એકવાર દોઢ રૂપિયાના વધારાની જાહેરાત કરી છે.
નવા વર્ષના પ્રથમ દિવસે લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો હતો. ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં ફરી એકવાર દોઢ રૂપિયાના વધારાની જાહેરાત કરી છે. આ નવો ભાવ આજથી અમલી બન્યો છે. ગુજરાત ગેસ કંપનીએ જુલાઈ મહિનામાં સીએનજીના ભાવમાં 1 રૂપિયો વધારો કર્યો હતો ત્યાર બાદ ઓગસ્ટમાં ફરી વખત કિલો દીઠ 1 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 1 ડિસેમ્બરથી ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં દોઢ રૂપિયો વધારો કર્યો હતો ત્યાર પછી હવે ફરી નવા વર્ષમાં 1 જાન્યુઆરીથી દોઢ રૂપિયાના ભાવ વધારાની જાહેરાત કરાતાં વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો છે.
1 જાન્યુઆરીથી ફરી 1.50 રૂપિયો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જૂનો ભાવ 77.27 રૂપિયા હતો જે 1 જાન્યુઆરીથી 79.26 રૂપિયા થઈ જશે. છેલ્લા 6 મહિનામાં જ સીએનજીમાં કિલો દીઠ ભાવમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે. ભાવ વધારો થવાને કારણે સીએનજી વાહનચાલકો પર રોજનું 4.50 લાખ રૂપિયાનું ભારણ વધશે. ગુજરાત ગેસના CNG પંપની ફ્રેન્ચાઈઝી ધરાવતા ડીલરે કહ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની દ્વારા માત્ર 6 જ મહિનામાં ચોથી વખત ગેસના ભાવમાં વધારો કર્યો છે. જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થતો રહેશે તો વાહન ચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વળશે અને પ્રદૂષણ વધશે.
ગુજરાત ગેસ કંપનીએ જુલાઈ મહિનામાં સીએનજીના ભાવમાં 1 રૂપિયો વધારો કર્યો હતો ત્યાર બાદ ઓગસ્ટમાં ફરી વખત કિલો દીઠ 1 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 1 ડિસેમ્બરથી ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં દોઢ રૂપિયો વધારો કર્યો હતો ત્યાર પછી હવે ફરી નવા વર્ષમાં 1 જાન્યુઆરીથી દોઢ રૂપિયાના ભાવ વધારાની જાહેરાત કરાતાં વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો છે. છેલ્લા 6 મહિનામાં જ સીએનજીમાં કિલો દીઠ ભાવમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે. સુરતમાં રિક્ષા-કાર મળી અંદાજે દોઢ લાખ સીએનજી વાહનો છે, જેમાં રોજનો અંદાજે 3 લાખ કિલો સીએનજીનો ઉપયોગ થાય છે. ભાવ વધારો થવાને કારણે સીએનજી વાહનચાલકો પર રોજનું 4.50 લાખ રૂપિયાનું ભારણ વધશે.
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર