Hrithik Roshan Ad Controversy: 'મહાકાલની થાળી' વાળી ઋતિક રોશનની જાહેરાત પર Zomatoએ માફી માગી અને આ સ્પષ્ટતા કરી...
ઋતિક રોશન દ્વારા કરવામાં આવેલી ઝોમેટો એક નવી જાહેરાતને લઈને વિવાદ થયા બાદ ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomatoએ માફી માંગી છે.
Zomato apologises for Mahakal thali ad: બોલિવૂડ એક્ટર ઋતિક રોશન દ્વારા કરવામાં આવેલી ઝોમેટો એક નવી જાહેરાતને લઈને વિવાદ વધી રહ્યો છે. આ દરમિયાન વધી રહેલી સમસ્યાને જોતાં ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomatoએ માફી માંગી છે. ઝોમેટો માટેની ઋતિકની એડ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ઋતિક રોશનની આ Zomato એડમાં મહાકાલેશ્વર થાળીના નામનો ઉલ્લેખ છે અને આ નામ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર તરીકે ઉલ્લેખ કરાયું હોવાનો આરોપ લાગ્યો હતો. આમ આખો વિવાદ મહાકાલેશ્વર થાળીના નામે છેડાયો હતો.
Zomatoએ માફી માગી અને આ સ્પષ્ટતા કરીઃ
માફી માંગતા ઝોમેટો કંપનીએ તેના સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, જાહેરાતમાં બોલવામાં આવેલ મહાકાલ કી થાલી શબ્દનો અર્થ 'મહાકાલ રેસ્ટોરન્ટ'ની થાળી હતો, મહાકાલેશ્વર મંદિરની નહીં. Zomatoની આ નવી જાહેરાતમાં ઋતિક કહેતો જોવા મળી રહ્યો છે કે, મને ભૂખ લાગી હતી, તેથી મને મહાકાલમાંથી થાળી મંગાવી લીધી. જાહેરાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ એડ વીડિયોમાં રિતિક રોશને ઘણા શહેરોના નામ આપ્યા છે. જેમાં એક ઉજ્જૈનનું નામ પણ સામેલ છે. આ દરમિયાન ઋતિક રોશન ઝોમેટોના ફૂટ ડિલિવરી બોય પાસેથી પેકેટ લીધા પછી એક લાઈન બોલતો જોવા મળે છે અને તે લાઈન છે - "થાલી કા મન કિયા, ઉજ્જૈન મેં હૈ તો, મહાકાલ સે મંગવા લીયા." આ જાહેરાતનો વીડિયો સામે આવ્યા પછી, મહાકાલ મંદિરના પૂજારીઓ આ જાહેરાતનો વિરોધ કરી રહ્યા હતા.
ઉજ્જૈન મહાકાલ મંદિરના પુજારીઓએ વિરોધ કર્યોઃ
એટલું જ નહીં, પૂજારીઓએ આ જાહેરાત સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે મહાકાલ મંદિરમાંથી આવી કોઈ પ્લેટ ઉજ્જૈનમાં પણ આખા દેશમાં પહોંચાડવામાં આવતી નથી, પરંતુ માત્ર મંદિરની સામેના અન્નક્ષેત્રોમાં ભક્તોને મફત ભોજન જમાડવામાં આવે છે.
આ પણ વાંચોઃ
Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ કરી મોટી જાહેરાત, જાણો વિગત
PM Modi Visits Gujarat: પીએમ મોદી આ તારીખે આવશે ગુજરાત, જાણો ક્યા કરશે જાહેરસભા
Gujarat Politics: દલિત સમાજની જમીન ભાજપના નેતાએ બિલ્ડરોને આપી દીધી: મનિષ દોશી
Rahul Gandhi Gujarat Visits: મિશન 2022 માટે રાહુલ ગાંધી આવશે ગુજરાત, અશોક ગેહલોત પણ રહેશે હાજર