શોધખોળ કરો
Advertisement
'બ્લેક પેન્થર' સ્ટાર ચૈડવિક બોસમેનનું નિધન, 4 વર્ષથી કેન્સર સામે લડી રહ્યો હતો અભિનેતા
હોલીવૂડ સ્ટાર ચૈડવિક બોસમેનનું શુક્રવારે નિધન થયું છે. માર્વલ સ્ટૂડિયોની ફિલ્મ બ્લેક પેન્થરમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર ચૈડવિક 43 વર્ષનો હતો અને છેલ્લા 4 વર્ષથી કેન્સર સામે લડી રહ્યો હતો.
હોલીવૂડ સ્ટાર ચૈડવિક બોસમેનનું શુક્રવારે નિધન થયું છે. માર્વલ સ્ટૂડિયોની ફિલ્મ બ્લેક પેન્થરમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર ચૈડવિક 43 વર્ષનો હતો અને છેલ્લા 4 વર્ષથી કેન્સર સામે લડી રહ્યો હતો. ચૈડવિક બોસમેનને આંતરડાનું કેન્સર હતું. ન્યૂઝ એજન્સી એપીના મુજબ, ચૈડવિકના પ્રતિનિધિએ એક્ટરના નિધનની પુષ્ટી કરી છે. ચૈડવિકનું નિધન લોસ એન્જલસમાં તેના ઘરે થયું હતું.
સુપરસ્ટાર એક્ટરના મોત અંગે તેમના પરિવાર દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ નિવેદનમાં લખ્યું છે, સાચા યોદ્ધા ચૈડવિકે તેના સંઘર્ષ દ્વારા તમારી પાસે તે બધી ફિલ્મો લાવી કે જેને તમે ખૂબ જ પસંદ કરી છે. પરિવારે કહ્યું કે ચૈડવિકે છેલ્લા 4 વર્ષમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ કર્યું અને આ બધું તેની ઘણી સર્જરી અને કીમોથેરાપી વચ્ચે થયું. પરિવારે એમ પણ કહ્યું હતું કે બ્લેક પેન્થર મૂવીમાં કિંગ ટી'ચાલાનું પાત્ર ભજવવું તેમના માટે સન્માનની વાત છે.
ચૈડવિકે '42' અને 'ગેટ ઓન અપ' જેવી ફિલ્મોથી ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ પછી, તેણે 2018 માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મ ‘Black Panther’ માં ટી-ચાલા / બ્લેક પેન્થરનું પાત્ર ભજવીને દર્શકોનું દિલ જીત્યું. ચૈડવિકની છેલ્લી ફિલ્મ 'દા 5 બ્લડ્સ' આ વર્ષે રિલીઝ થઈ હતી.
બાદમાં તે એવેન્જર્સ-ઈનફિનિટી વૉર અને એવેન્જર્સ-એન્ડ ગેમ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં ફરી બ્લેક પેન્થરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તેની અંતિમ ફિલ્મ ‘Da 5 Bloods’આ વર્ષે જ રિલીઝ થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement