દીકરી જિયાના માટે એક થયા Charu Asopa અને Rajeev Sen! એક્ટ્રેસે કહ્યું- અમને પછતાવો..
Charu Asopa On Bond With Rajeev: ટીવી અભિનેત્રી ચારુ આસોપાએ તેની પુત્રી જિઆના સેન માટે રાજીવ સેન સાથેના સંબંધોમાં સુધારો કર્યો છે.
Charu Asopa On Relationship With Rajeev Sen: ટીવી અભિનેત્રી ચારુ અસોપા પતિ રાજીવ સેનથી અલગ થઈ ગઈ છે. ભલે ચારુ અને રાજીવ હવે પરિણીત યુગલ તરીકે સાથે નથી. પરંતુ તેમની પુત્રી જિયાના સેન માટે બંનેએ તેમની તમામ કડવાશ ભૂલી હવે તેમની દીકરી માટે ફરીથી સારું જીવન જીવવાનું અને દીકરીના ઉછેર પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. અભિનેત્રીએ હાલમાં જ આ અંગે ખુલીને વાત કરી છે.
ચારુ-રાજીવ જિયાના માટે ભૂલ્યા કડવાસ
ચારુ આસોપાએ એક ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે એક પરિણીત યુગલ તરીકે બંને કાયમ માટે અલગ થઈ ગયા છીએ. પરંતુ તેમની દીકરી માટે તેઓ મૈત્રીપૂર્ણ સંબંધોમાં રહેશે. ચારુએ કહ્યું, “મારા અને રાજીવ વચ્ચે હવે બધું બરાબર છે. અમે બંને ઈચ્છીએ છીએ કે અમારા સંબંધો હવે મૈત્રીપૂર્ણ બને, કારણ કે જિઆના ઝડપથી મોટી થઈ રહી છે અને તે ધીમે ધીમે વસ્તુઓને સમજી રહી છે. હું નથી ઈચ્છતી કે હવે કંઈપણ નકારાત્મક થાય."
દંપતીને આ વાતનો અફસોસ
ચારુ આસોપાએ પોતાના ઈન્ટરવ્યુમાં આગળ જણાવ્યું કે કેવી રીતે તે અને રાજીવ ભૂતકાળમાં બનેલી વસ્તુઓનો પસ્તાવો કરી રહ્યા છે. અભિનેત્રીએ કહ્યું, “બંને બાજુથી ઘણું બધું કહેવામાં આવ્યું છે અને ઘણું બધુ કરવામાં આવ્યું. હવે જિઆના મોટી થઈ રહી છે અને ધીમે ધીમે તે ઘણુંબધુ સમજવા લાગી છે. ભૂતકાળની વાતોને લઈને મને અને રાજીવને ઘણો પછતાવો થઈ રહ્યો છે. પરંતુ જે પણ થયું તે ભૂતકાળ છે અને હવે આગળ વધવાનો અને થોડો શાંત થવાનો સમય આવી ગયો છે.
ચારુ-રાજીવ લગ્નના 3 વર્ષ પછી અલગ થઈ ગયા
ચારુ આસોપાએ વર્ષ 2019માં અભિનેત્રી સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા હતા. નવેમ્બર 2021માં તેઓએ દીકરીનું સ્વાગત કર્યું હતું. જેનું નામ જિઆના રાખ્યું છે. આ દંપતી આ વર્ષની શરૂઆતમાં અલગ થવાનું હતું. પરંતુ દીકરી જિઆના માટે બધુ ભૂલીને એક થવાનું નક્કી કર્યું હતું. જો કે પાછલા મહિને તેમના વચ્ચે ફરી ઝગડો થયો અને તેઓ ફરી અલગ થઈ ગયા