શોધખોળ કરો
ગેરકાયદેસર ઓફિસ બચાવવાના કૉમેડિયન કપિલના ધમપછાડા, BMCની નોટિસને હાઈકોર્ટમાં પડકારી

મુંબઈ: કૉમેડિયન કપિલ શર્માએ પોતાની ઓફિસનો ગેરકાયદેસર ભાગ તોડવાની નોટીસને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી છે. બીએમસી દ્વારા ગયા મહિને કપિલ શર્માને તેમના ગોરેગાંવ સ્થિત ફ્લેટનો ગેરકાયદેસર ભાગ તોડવાની નોટીસ આપવામાં આવી હતી. બીએમસીએ આ નોટીસ કપિલ શર્માના ટ્વીટના થોડા કલાકો બાદ જ જાહેર કરી હતી. જેમાં કપિલ શર્માએ બીએમસી અધિકારીઓ પર 5 લાખ રૂપિયાની લાંચ લગાવવાનો આરોપ લગાવ્યો હતો. કપિલ શર્માએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને ટેગ કરતા ટ્વીટ કર્યું હતું પાંચ વર્ષમાં સરકારને 15 કરોડ ટેક્ષ આપી રહ્યો છું છતા મારે પોતાની ઓફિસ ખોલવા માટે બીએમસીને 5 લાખની રીશ્વત આપવી પડી છે. પ્રધાનમંત્રીના અચ્છે દિન પર સવાલ ઉઠાવતા કપિલે ટ્વીટ કર્યું હતું કે શું આ છે તમારા અચ્છે દિન? બીએમસીનું કહેવાનું છે કે ગેરકાયદેસર બાંધકામ કપિલ શર્માની ઓફિસમાં અને ગોરેગાંવ સ્થિત તેના એપાર્ટમેંટમાં પણ થયું છે. ગયા મહિને બીએમસીએ ગેરકાયદેસર બાંધકામ મામલે મુંબઈના ઓશીવારામાં ગેરકાયદેસર બાંધકામના નિમાર્ણ મામલે ફરિયાદ પણ કરી છે.
વધુ વાંચો





















