શોધખોળ કરો
થોડા સમય પહેલા ગુમ થયો હતો કોમેડિયન સિદ્ધાર્થ, હવે ગર્લફ્રેંડ સાથે બિગ બોસ-12ની ઓફર
1/4

મુંબઈ: કોમેડિયન સિદ્ધાર્થ સાગર અને તેની ગર્લફ્રેંડ બિગ બોસ 12નો હિસ્સો બની શકે છે. કોમેડિય સિદ્ધાર્થે એક ઈન્ટરવ્યૂમાં બિગ બોસની ઓફર મળવાની પુષ્ટિ પણ કરી હતી.
2/4

આ વર્ષે બિગ બોસમાં જોડીઓ જોવા મળશે. રિપોર્ટ્સ પ્રમાણે, શોને વધારે મજેદાર બનાવવા માટે ગે અથવા લેસ્બિયન કપલને પણ શોમાં સમાવી શકે છે. આ સિવાય એડલ્ટ સ્ટારની પણ શોધ ચાલી રહી છે. પોર્ન સ્ટાર શાંતિ ડાયનામાઈટ ભાગ લે તેવી શક્યતા છે.
3/4

થોડા સમય પહેલા કોમેડિયન સિદ્ધાર્થ સાગર અચાનક ગુમ થવાના કારણે ચર્ચામાં આવ્યો હતો. સિદ્ધાર્થનો પત્તો મેળવવા અનેક લોકોએ સોશિયલ મીડિયા પર ઝુંબેશ શરૂ કરી હતી. આખરે સિદ્ધાર્થ સામે આવ્યો હતો અને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. કોમેડિયને જણાવ્યું હતું કે, તેની માતા તેને ડ્રગ્સ આપતી હતી અને જબરદસ્તી તેને પાગલખાનામાં મોકલી દેવાયો હતો.
4/4

સિદ્ધાર્થ સાગરે કહ્યું કે, મને અને મારી ગર્લફ્રેંડને શો માટે અપ્રોચ કરવામાં આવ્યા છે. જો કે શોમાં ભાગ લેવા અંગે હજુ સુધી અમે કોઈ નિર્ણય લીધો નથી. હજુ અમે ઓફર અંગે વિચારી રહ્યા છીએ. થોડા સમય પહેલાં જ સિદ્ધાર્થ અને સુરભી જોષીનું પેચઅપ થયું છે. હવે બંને ફરીવાર સાથે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર બંને સાથે તસવીરો અને વીડિયો શેર કરતાં રહે છે.
Published at : 17 Jul 2018 03:46 PM (IST)
View More
Advertisement





















