શોધખોળ કરો
Advertisement
કપિલને પોતાની કઇ ભૂલ યાદ આવતા જ ચાલુ શૂટિંગે પત્ની પાસે માંગવા લાગ્યો માફી, તસવીર શેર કરીને શું કહ્યું
ખરેખરમાં મેરેજ એનિવર્સિટીના દિવસે કપિલ પોતાના શૉનુ શૂટિંગ કરી રહ્યો હતો, અને તે કામમાં બિઝી હોવાના કારણે આ સેલિબ્રેટ ન હતો કરી શક્યો આ કારણે તેને પોતાની પત્ની ગિન્ની પાસે માફી માંગી હતી
મુંબઇઃ કૉમેડી કિંગ કપિલ શર્માએ પોતાની પત્નીને એક માફી માંગતી પૉસ્ટ શેર કરી છે. ખરેખરમાં કપિલ શર્મા શનિવારે પોતાના લગ્નની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યો હતો. કપિલ બે વર્ષ પહેલા આજના દિવસે તેની લૉન્ટ ટાઇમ ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ એક ચૂકના કારણે તેને પોતાની પત્નીની માફી માંગવી પડી હતી.
ખરેખરમાં મેરેજ એનિવર્સિટીના દિવસે કપિલ પોતાના શૉનુ શૂટિંગ કરી રહ્યો હતો, અને તે કામમાં બિઝી હોવાના કારણે આ સેલિબ્રેટ ન હતો કરી શક્યો આ કારણે તેને પોતાની પત્ની ગિન્ની પાસે માફી માંગી હતી, આ માટે કપિલ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી તેની પત્નીને સૉરી કહ્યું હતુ, કેમકે વેડિંગ એનિવર્સિટીના દિવસે તે તેની સાથે ન હતો.
કપિલ શર્માએ એક તસવીર શેર કરી છે, જેમાં તે અરીસાની સામે તૈયાર થતો દેખાઇ રહ્યો છે. તસવીરના કેપ્શનમાં કપિલે લખ્યું- સૉરી બેબી ગિન્ની. હું આજે આપણી એનિવર્સરીના દિવસે પણ કામ કરી રહ્યો છું. ગિફ્ટ આપવી છે તો કમાવવુ પણ પડશે, હેપ્પી એનિવર્સરી માય લવ. સાંજે મળીએ છીએ. કપિલની આ તસવીરમાં ગણતરીની મિનીટોમાં લાખોથી વધુ લાઇક્સ અને શેર મળી ગયા હતા.
ઉલ્લેખનીય છેકે કપિલ શર્મા અને ગિન્નીને એક નાની ક્યૂટ દીકરી છે, જેનુ નામ અનાયરા છે. તે અત્યારે એક વર્ષની થઇ ગઇ છે. આ પ્રસંગે કૉમેડી કિંગે તેની સ્પેશ્યલ તસવીરો પણ શેર કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement