કંગના સામે પ્રોપર્ટી ડીલર પ્રકાશ જી રોહિરે ખાર પોલીસ સ્ટેશનમાં કંગના સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે લખાવ્યું હતું કે, ડીલમાં તે બ્રોકર હતા અને કંગનાએ બંગલો ખરીદ્યા બાદ તેને કમીશનનું પેમેન્ટ કર્યું નથી.
2/4
કંગનાની બહેન રંગોલીનું કહેવું છે કે તેણે આ અંગે પોલીસમાં લેખિત નિવેદન આપ્યું છે. પરંતુ ડીએનએમાં છપાયેલા અહેવાલ મુજબ ખાર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે તેમને હજુ પણ સ્ટેટમેન્ટની રાહ છે.
3/4
મુંબઈઃ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કંગના રનૌત, તેની બહેન રંગોલી અને તેના સ્ટાફના કેટલાંક લોકો સામે એક રિયલ એસ્ટેટ બ્રોકરે કેસ નોંધાવ્યો છે. બ્રોકરનો આરોપ છે કે કંગના રનૌત તેને બ્રોકરેજ મની (દલાલી) આપી નથી. કંગનાએ બ્રોકર વડે પાલી હિલમાં 20.07 કરોડની કિંમતનો એક ભવ્ય બંગલો ખરીદ્યો છે.
4/4
કંગનાનું કહેવું છે કે તેની ફાયનાન્સ ટીમ બ્રોકરને ડીલનો એક ટકો હિસ્સો આપી ચુકી છે. આ રકમ આશરે 22 લાખ રૂપિયા જેટલી છે. પરંતુ હવે બ્રોકરે 2 ટકા હિસ્સાની માંગ કરી રહી છે. કંગનાએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં પાલી હિલમાં 3,075 સ્કવેર ફીટનો બંગલો ખરીદ્યો હતો. આ માટે એક્ટરે 1.03 કરોડ સ્ટેમ્પ ડ્યૂટી ચુકવી હતી.