શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ સામે ઝાયરા વસીમ અને ઇસ્લામ વિરુદ્ધ ટિપ્પણી કરવા પર ફરિયાદ, જાણો
વકીલ અલી કાશીફ ખાને દાખલ કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રીએ આ ટિપ્પણી કરીને વિભન્ન સમૂહો વચ્ચે દ્વૈષભાવ ફેલાવાનો પ્રયાસ કર્યો છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી સામે અંધેરી મેટ્રોપોલિટન કોર્ટમાં ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જૂલાઇ 8 ના રોજ પાયલે ઝાયરા વસીમ પર તેના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટિપ્પણી કરી હતી.
વકીલ અલી કાશીફ ખાને દાખલ કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રી પાયલે આ ટિપ્પણી કરીને વિભન્ન સમૂહો વચ્ચે દ્વૈષભાવ ફેલાવાનો પ્રયાસ કર્યો છે. તેણે ઇસ્લામ વિરુદ્ધ અપમાનજનક વાત લખીને લધુમતી વર્ગની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. ઇસ્લામ ધર્મ અને તેની ભાવનાઓને ઠેસ આપવા સાથે પાયલે દેશની શાંતિને તોડવાનો પણ પ્રયાસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ઝાયરા વસીમે બોલીવૂડ છોડવા માટે મન બનાવી લીધું હતું. અને પોતાની છેલ્લી પોસ્ટમાં તેણે લખ્યું હતું કે તેનો ધર્મ તેને આ કામ કરવાની પરવાનગી નથી આપતો. આમ કહી ઝાયરાએ બોલિવૂડ અને રૂપેરી પડદાથી પોતાના સંબંધો તોડી નાંખ્યા હતા. આ મામલે પાયલે ટિપ્પણી કરતા કહ્યું, 'કાં તો ઝાયરાનું બ્રેનવૉસ કરવામાં આવ્યું છે કે પછી તેના પર કોઇ દબાણ છે, જે પણ હોય પણ લિંગ અસમાનતા શું ઇસ્લામમાં છે ? કે પછી સલમાન ખાન, આમીર ખાન અન્ય મુસ્લિમ સુપરસ્ટાર અલ્લાહની એટલા પાસે નથી? સનાતમ ધર્મ આવું કંઇક નથી કહેતો, અમે આવા નથી.'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement