(Source: ECI/ABP News/ABP Majha)
શાહરૂખ ખાનની વધુ એક મોટી જાહેરાત, પોતાની 4 માળની બિલ્ડિંગમાં Quarantine સેન્ટરમાં ફેરવવાની કરી ઓફર
શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરીએ 4 માળની બિલ્ડિંગને ક્વોરોન્ટાઈન કેન્દ્ર બનાવવાની ઓફર કરી છે. પૂજા દદલાણીએ આ અંગેનું ટ્વિટ કર્યું છે.
મુંબઈઃ કોરોના વાયરસ મહામારી સામે જંગમાં હવે બોલિવૂડ કિંગ શાહરૂખ ખાને પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. તેણે પોતાની કંપની, રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ, રેડ ચિલીઝ વીએફએક્સ, આઈપીએલ ક્રિકેટ ટીમ કોલકોતા નાઈટ રાઈડર્સ અને પોતાના મીર ફાઉન્ડેશન દ્વારા મદદની જાહેરાત કરી હતી. સંકટના સમયમાં શાહરૂખે વધુ એક મોટું પગલું લીધું છે.
શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરીએ 4 માળની બિલ્ડિંગને ક્વોરોન્ટાઈન કેન્દ્ર બનાવવાની ઓફર કરી છે. પૂજા દદલાણીએ આ અંગેનું ટ્વિટ કર્યું છે. જેમાં તેણે લખ્યું, મુંબઈના લોકો માટે એકજૂથ થવાનો સમય છે. ચાલો સાથે મળીને લડીએ. શાહરૂખ ખાન તરફથી આ એક નિઃસ્વાર્થ કદમ છે. જે મારી આસપાસના લોકો માટે ઉદાહરણરૂપ કામ કરશે.
ગુરુવારે શાહરૂખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટે ટ્વીટ કરીને લખ્યું કે, “આ જે સમય છે, આ સમયે જરૂરી છે કે જે તમારી આસપાસ તમારા માટે સખત મહેતન કરે છે. તમારી સાથે જોડાયેલ નથી, કદાચ તમારા માટે અજાણ્યા પણ હશે. એ લોકોને એ અનુભવ કરાવવામાં આવે કે તે લોકો એકલા નથી. આવો આપણે બધા એક બીજા માટે કંઈક કરીએ. ભારત અને તમામ ભારતીય એક પરિવાર છે.”શાહરૂખ ખાને પીએમ કેયર્સ ફંડમાં ડોનેટ કરવાની સાથે સાથે અન્ય મદદની પણ જાહેરાત કરી છે. તેની ફિલ્મ પ્રોડક્શન કંપની રેડ ચિલી તરફથી ટ્વીટ કરવામાં આવ્યું હતું. આ ટ્વીટમાં શાહરૂખ ખાને આ રીતે ડોનેશનની વિગતો આપી હતી..