જજ આર એમ સાવંત અને રેવતી મોહિતે-દેરેની બેન્ચે ફરિયાદી (ઝિંટા)ને અરજી પર પોતાનો પક્ષ રાખવાની માગ કરી છે અને આ કેસમાં આગામી સુનાવણી 20 ઓગસ્ટના રોજ થશે. આ કથિત ઘટના મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 30 મે 2014ના રોજ આઈપીએલ દરમિયાન ઘટી હતી. ઝિંટા અને વાડિયા કિંગ્સ ઇલેવન પંજાબ આઈપીએલ ટીમના સહ માલિક છે.
2/3
વાડિયાના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, બન્ને જૂની વાતોને ભૂલવા મગે છે. વાડિયાના વકીલ આબાદ પોંડાએ કોર્ટમાં જણાવ્યું કે, વાડિયા જૂની વાતો ભુલવા માગે છે. ફરિયાદી હવે પરણીત છે અને પોતાના જીવનમાં આગળ વધી ગઈ છે. બન્ને (વાડિયા અને ઝિંટા) હવે આઈપીઓલમાં ખેલાડીઓની હરાજી દરમિયાન ટેબલ પર એક સાથે બેસે છે.
3/3
મુંબઈઃ મુંબઈ હાઈ કોર્ટે બુધવારે ઉદ્યોગપતિ નેસ વાડિયા દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી પર અભિનેત્રી પ્રીતિ ઝિંટા પાસે જવાબ માગ્યો છે જેમાં નેસ વાડિયા વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલ છેડતીની અરજી રદ કરવાની માગ કરી છે. અભિનેત્રીએ 2014માં કથિત રીતે પોતાની છેડતી કરી હોવાનો આરોપ નેસ વાડિયા પર લગાવ્યો હતો અને તેની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.