Actor Arrested: જાણીતા સાઉથ એક્ટરની પોલીસે કરી ધરપકડ, સતત આરોપીઓના સંપર્કમાં હોવાનો થયો ખુલાસો
Darshan Thoogudeepa Taken in Police Custody: જાણીતા કન્નડ અભિનેતા દર્શન થૂગુદીપાને કામક્ષીપાલ્યમાં બેંગલુરુ પોલીસે હત્યાના કેસ સાથે કથિત જોડાણ બદલ કસ્ટડીમાં લીધો છે
Darshan Thoogudeepa Taken in Police Custody: જાણીતા કન્નડ અભિનેતા દર્શન થૂગુદીપાને કામક્ષીપાલ્યમાં બેંગલુરુ પોલીસે હત્યાના કેસ સાથે કથિત જોડાણ બદલ કસ્ટડીમાં લીધો છે. પોલીસે તેને મૈસૂરમાં કસ્ટડીમાં લીધો છે અને હવે તેને બેંગલુરુ લાવવામાં આવી રહ્યો છે. એક હત્યા કેસમાં એક આરોપીએ દર્શનનું નામ ખુલતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. આરોપ છે કે દર્શન સતત આરોપીના સંપર્કમાં હતો.
શું છે મામલો ?
TOIના અહેવાલ મુજબ, બેંગલુરુ સિટી પોલીસે મંગળવારે સવારે એક હત્યા કેસમાં કન્નડ અભિનેતા દર્શન થૂગુદીપાની અટકાયત કરી હતી, પોલીસના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી ચિત્રદુર્ગના રેણુકાસ્વામી નામના વ્યક્તિની હત્યાના કેસમાં કરવામાં આવી છે. સ્વામી ચિત્રદુર્ગમાં એક મેડિકલ શૉપમાં આસિસ્ટન્ટ હતા અને તાજેતરમાં જ લગ્ન કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકનું સૌપ્રથમ ચિત્રદુર્ગમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા કામક્ષિપાલ્યમાં તેની હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ એક નાળામાંથી મળી આવ્યો હતો અને તેના પર શારીરિક ઈજાના નિશાન હતા, જેનાથી તે હત્યાનો કેસ હોવાની પુષ્ટિ થઈ હતી.
બેંગલુરુ પોલીસે કહ્યું, “કન્નડ અભિનેતા દર્શન થૂગુદીપા અને તેના સહયોગીની ધરપકડ કરવામાં આવી છે, અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે હજુ તપાસ હેઠળ હોવાથી, અમે વધુ માહિતી આપી શકતા નથી," હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
દર્શન થૂગુદીપાની હિટ ફિલ્મો
દર્શનની હિટ ફિલ્મોની વાત કરીએ તો તેમાં 'નમ્મા પ્રિતિયા રામુ', 'કલાસિપલ્યા', 'ગાજા', 'કરિયા', 'નવગ્રહ', 'સારથી', 'બુલબુલ' જેવી ફિલ્મોના નામ સામેલ છે, જેણે તેને સફળ અભિનેતા બનાવ્યો. એક્ટર બનાવવામાં મદદ કરી છે. અનાથારુ (2007) અને ક્રાંતિવીરા સંગોલ્લી રાયન્ના (2012) માટે તેમને વિવેચકોની પ્રશંસા મળી હતી. ક્રાંતિવીર સંગોલ્લી રાયન્ના માટે તેમને શ્રેષ્ઠ અભિનેતા માટે કર્ણાટક રાજ્ય ફિલ્મ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે.