મીડિયા રિપોર્ટ્સ મુજબ દિશા શોમાં પાછી આવવા માગે છે. તે શોમાં પાછી ફરે તેના માટેની તૈયારી પણ કરી લેવાઈ હતી. દિશાએ પોતાની એન્ટ્રીનો પ્રોમો પણ શૂટ કરાવી લીધો હતો પરંતુ તેના પતિ આ વાતથી ખૂશ નહોતા. તેમના પતિ ઈચ્છે છે કે, દિશાના બાળકના ઉછેરમાં ધ્યાન આપે. હવે એ જોવાનું રહેશે કે દિશાનો અંતિમ નિર્ણય શું રહે છે.
2/5
દિશા 2008થી સતત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરતી હતી. દિશા માર્ચ સુધી મેટરનિટી લીવ પર હતી. આ દરમિયાન આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તે શોમાં પાછા જોવા મળશે પરંતુ આ સમય હજુ સુધી આવ્યો નથી કે દર્શકો તેને ફરી એક વખત શોમાં જોઈ શકે.
3/5
દિશાએ 30 નવેમ્બર 2017એ દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારે તે પોતાની દીકરીની સાથે સમય વિતાવી રહી હતી. સીરિયલમાં તેની કોસ્ટાર્સ સિવાય તેમના ચાહકો તેની કમબેકની રાહ જોઈ રહ્યા છે. દિશાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તારક મહેતા.. સીરિયલ માટે અંતિમ વખત શૂટ કર્યું હતું.
4/5
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર દિશા વાકાણી ભજવતી હતી, જ્યારે દિલીપ જોશી જેઠાલાલનું પાત્ર ભજવે છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દયાબેન સીરિયલમાંથી દૂર થયા હતા. તેમના ચાહકો સતત પડદા પર તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે હવે દિશા સીરિયલમાં જોવા નહીં મળે.
5/5
થોડા દિવસો પહેલાં જ સમાચાર આવ્યા હતા કે લોકપ્રિય શો ‘તારાક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન એટલે કે દિશા વાકાણી કમબેક કરવા જઈ રહી છે પણ હવે જે સમાચાર સામે આવ્યા છે કે જે જાણીને ચાહકોનું દિલ તુટી શકે છે. દિશા વાકાણી શોમાં કમબેક કરશે નહીં. આ પાછળનું કારણ તેમના પતિને માનવમાં આવે છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, દિશા વાકાણીના પતિ નથી ઈચ્છતા કે દિશા ફરી સ્ક્રીન પર આવે.