શોધખોળ કરો
કોંકણી રીતિ રિવાજથી થયા દીપિકા અને રણવીરના લગ્ન, ચાર ફેરા ફરીને બન્યા પતિ-પત્ની

1/4

મુંબઈ: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઇટાલીમાં કોંકણી રીતિ રિવાજથી લગ્ન થઈ ગયા છે. બપોરે 2 વાગ્યાથી લગ્નની વિધિ ઇટાલીના લેક કોમો કિનારે બનેલા ખૂબસૂરત વિલા દેલ બલબિયાનેલોમાં શરૂ થઈ હતી જે 4.45 સુધી ચાલી હતી. વર-વધૂના ચાર ફેરા ફરીને રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ પતિ-પત્ની બની ગયા છે. ઉલ્લેખનીય છે કે દીપિકા દક્ષિણ ભારત પરિવારમાંથી છે. ત્યાં કોંકણી રીતિ રિવાજથી લગ્ન થાય છે.
2/4

લગ્નના વેન્યૂ વિલાને સફેદ ફૂલોથી સજાવવામાં આવ્યા છે. લગભગ આઠ હજાર ફૂલોથી લગ્નના સ્થળને ડેકોરેશન કરવામાં આવ્યું છે. 15 નવેમ્બરે થનારા લગ્નના રસમ માટેની સજાવાટ લાલ રંગના ફૂલોથી થશે.
3/4

દીપિકા-રણવીરની સંગીત સેરેમનીમાં સિંગર હર્ષદીપ કૌર પોતાના મધુર કંઠથી મહેફિલને રંગીન બનાવી હતી. જ્યારે તેની સાથે સંગીતકાર સુજોય દાશ, બોબી પાઠક અને ફિરોઝ ખાન હતા. હર્ષદીપે ફોટો પોસ્ટ કરીને કહ્યું કે, What a beautiful day.પ્રાઇવેટ વેડિંગના કારણે દીપવીરના ફેન્સને લગ્ન સાથે સંકળાયેલા કોઈ અહેવાલ મળતા નથી. આ સંજોગોમાં હર્ષદીપનું આ કેપ્શન ઘણું કહી જાય છે.
4/4

હવે 15 નવેમ્બરે પંજાબી વિધિથી આનંદ કારજની વિધિ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બંનેની ગઈકાલે પારંપરિક કોંકણી રીત રિવાજથી સગાઈ થઈ હતી. તેમના લગ્નના સંગીત અને મહેંદીની રસમ ગઈકાલે થઇ હતી.
Published at : 14 Nov 2018 07:24 PM (IST)
View More
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
આઈપીએલ
દેશ
Advertisement
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
