આમ તો આજકાલ ડ્રેસને રિપીટ કરીને પહેરવાનો એક ટ્રેન્ડ છે. પરંતુ દીપિકા જે ડ્રેસને રિપીટ કર્યો છે, તેને પહેલા પણ ઓડિયન્સ દ્વારા પસંદ કરાયો નથી. આ વર્ષે જ જાન્યુઆરીમાં થયેલી શાહરૂખ ખાનની પાર્ટીમાં દીપિકા આ જ જેકેટ પહેરીને પહોંચી હતી.
2/4
બંને અભિનેત્રીઓ માટે આ પાર્ટીમાં સામેલ થવું બહુ જ ખાસ હતું. હકીકતમાં આ પાર્ટીમાં હોલિવુડના મોટા સ્ટાર્સ નજર આવ્યા હતા. તો બીજી તરફ દીપિકા પાદુકોણ બ્લેક લેગિંગ સાથે Sandro Paris jacket પહેરીને આવી હતી.
3/4
મેટ ગાલા રેડ કાર્પેટ બાદ તેની આફ્ટર પાર્ટીમાં પણ પ્રિયંકાના લૂકની જોરદાર ચર્ચા થઈ હતી. આ પાર્ટીમાં પ્રિયંકા બ્લેક એન્ડ ગોલ્ડ કટ આઉટ પેન્ટ સૂટમાં નજર આવી હતી. બેરી લિપ કલરથી પ્રિયંકાએ પોતાના લૂકને કમ્પ્લીટ કર્યું હતું. સાથે જ તેણે હાથમાં બ્લેક સ્લિંગ બેગ પણ પકડી હતી. પ્રિયંકાની ટીમે સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરી હતી.
4/4
મુંબઈઃ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા હાલમાં જ એક છત નીચે જોવા મળી, આ અવસર હતો મેટ ગાલા 2018નો. આ રેડ કાર્પેટ પર અનેક હોલિવૂડ અભિનેત્રીઓ જોવા મળી હતી. જોકે મેટ ગાલાની આફ્ટર પાર્ટીમાં દીપિકાએ કંઈક એવું કર્યું જેનાથી તેના ફેન્સ કદાચ નિરાશ થઈ જશે. અહીં પ્રિયંકા ચોપરા અને દીપિકા બન્ને પોતાની ફેશનને લઈને ચર્ચામાં રહી હતી. જેમાં પ્રિયંકાએ પોતાના લુકથી લોકોને ઇમ્પ્રેસ કર્યાં તો દીપિકાએ લોકોની ટીકાનો સાનો કરવો પડી રહ્યો છે.