Watch: ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન કાર્ગો વિમાન બે ભાગમાં તૂટી ગયું, વીડિયો જોઈને દંગ રહી જશો
સોશિયલ મીડિયા પર ઘણા ભયાનક અને ડરામણા વીડિયો ખૂબ વાયરલ થાય છે. કેટલાક વીડિયો જોઈને યુઝર્સ માની નથી શકતા કે ખરેખર આ બન્યું છે કે નહી.
સોશિયલ મીડિયા પર ઘણા ભયાનક અને ડરામણા વીડિયો ખૂબ વાયરલ થાય છે. કેટલાક વીડિયો જોઈને યુઝર્સ માની નથી શકતા કે ખરેખર આ બન્યું છે કે નહી. એરપોર્ટ પર પ્લેન ક્રેશ અને ઈમરજન્સી લેન્ડિંગના ઘણા વીડિયો આપણે જોયા હશે. હવે આવો જ વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક કાર્ગો એરક્રાફ્ટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરતું જોવા મળે છે.
એરક્રાફ્ટનું લેન્ડિંગ એટલું ડરામણું છે કે તેને જોઈને લોકો પોતાની આંખો પર વિશ્વાસ નહી કરી શકે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં DHL કંપનીનું એરક્રાફ્ટ ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એરપોર્ટના રનવે પર લપસી જાય છે અને ત્યાર બાદ તેના બે ટુકડા થતા જોવા મળે છે.
વીડિયો જુઆન સાંતામારિયા ઈન્ટરનેશનલ એરપોર્ટનો છે, જ્યાં ડીએચએલનું બોઈંગ 757-200 કાર્ગો એરક્રાફ્ટ ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે DHLનું આ બોઈંગ ગૌંતમાલા જઈ રહ્યું હતું, પરંતુ હાઈડ્રોલિક્સ સિસ્ટમમાં કોઈ ખામીને કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.
Footage of a DHL cargo plane having an accident after landing on the runway of an airport in Costa Rica. Splits in two! pic.twitter.com/gjtkmrqJqq
— AlAudhli العوذلي (@alaudhli) April 8, 2022
પ્લેન માટે આ રીતે બે ભાગમાં તૂટી જવું સામાન્ય નથી. રાહતની વાત એ છે કે, DHL કંપની દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ વિમાન દુર્ઘટના દરમિયાન કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. સાથે જ DHL કંપનીએ આ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચોઃ