શોધખોળ કરો
Advertisement
રેડ સાડીમાં દુલ્હન દિયા મિર્ઝાના ચહેરા પર ખુશી છલકાતી હતી, જુઓ લગ્નની ઇનસાઇડ તસવીર અને વીડિયો
દિયા મિર્ઝા વૈભવ રેખી સાથે મુંબઇમાં કાલે પરિણય સૂત્રથી બંધાઇ. દિયા મિર્ઝા અને વૈભવના લગ્નની ઇન સાઇડ તસવીર અને વીડિયો જુઓ
બોલિવૂડ: અભિનેત્રી દિયા મિર્ઝા સોમવારે લગ્ન બાદ પહેલી વખત કેમેરાની સામે આવી. રેડ સાડીમાં તે ખૂબ સુંદર દેખાતી હતી. લાલ સાડી પર માંગ ટીકા અને માથામાં વેણી ટીમ અપ કરી હતી. તેમણે એકદમ લાઇટ મેકઅપ અને સિમ્પલ ડ્રેસિંગ કર્યું હતું તેમ છતાં પણ ખૂબ જ બ્યુટીફુલ દેખાતી હતી. એક વાર જોનારની નજર ત્યાં જ ટકી જાય તેવો આકર્ષક મેકઅપ દિયાએ કર્યો હતો.
દિયાએ જિંદગીમાં પ્રેમને બીજો મોકો આપ્યો છે, સોમવારે મુંબઇમાં તેમના ઘરે જ નજીકના લોકોની હાજરીમાં ખૂબ જ સાદગીથી દિયા વૈભવ સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ.
લગ્ન બાદ બંને સાથે બહાર આવ્યા અને પોઝ આપ્યો હતો. બંનેની જોડી ખૂબ જ સુંદર દેખાતી હતી. લાલ સાડી અને માથામાં વેણી લગાવેલી નવી નવેલી દુલ્હન દિયા ખૂબસૂરત દેખાતી હતી.
આ લગ્નની કેટવીર ઇનસાઇડ તસવીર અને વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં આ જોડી એક બીજાને વરમાળા પહેરાવતા જોવા મળે છે.
એક તસવીરમાં તે લાલ ગોલ્ડન વર્કના દુપટ્ટામાં જોવા મળે છે.
દુલ્હન દિયા મિર્ઝાના મંડપ એન્ટ્રીનો વીડિયો પણ વાયરલ થયો છે.
લગ્ન મંડપની એક તસવીર સામે આવી છે. જેમાં બંને સાથે બેસેલા જોવા મળે છે.
આ લગ્નમાં અદિતિ રાવ હૈદરે સાળીની ભૂમિકા નિભાવતા વરરાજાના જૂતા પણ ચોર્યા હતા
દિયા મિર્ઝાએ મીડિયા કર્મીઓને પોતાના હાથે મીઠું મોં કરાવતા મિઠાઇ આપી હતી. આ સમયે તેમના ચહેરા પર ખુશી છલકાતી હતી. અભિનેત્રીએ લગ્નમાં હાજર પાપરાજીને મિઠાઇનો બોક્સ પેશ કર્યો હતો.
View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement