ડિનો મોરિયાએ કહ્યું, લોકો એ જ એક્ટરને સારો મના છે, જે હિટ ફિલ્મો આપે છે. જો કોઈ એક્ટરની ફિલ્મો ફ્લોપ થવાનું શરૂ થાય તો તે ખરાબ થઈ જાય છે. બોબી દેઓલ જેવો કલાકાર તેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે 90નો સુપરસ્ટાર હોત, પરંતુ 2000 બાદ ફ્લોત થતો ગયો. જોકે ડિનોનો આગામી પ્રોજેક્ટ શું છે તેના પર તેણે ચર્ચા નથી કરી.
2/4
ડિનોને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે, તમને ફિલ્મો મળતી હતી તો પછી કામ કેમ ન કર્યું. તેના પર એક્ટરે જવાબ આપ્યો કે, મને જે ફિલ્મો ઓફર થઈ હતી તે વધારે સારી ન હતી અને જો હું તને સાઈન કરત તો મને ફ્લોપ એક્ટર ગણાવવામાં આવત. ખુદના આત્મ સન્માન સાથે રમવું મને ખોટું લાગે છે.
3/4
ડિનો મોરિયાએ જણાવ્યું કે, જે સમયે મેં એક્ટિંગ છોડવાનો નિર્ણય કર્યો હતો ત્યારે પણ મને અનેક ઓફર્સ મળી રહી હતી પરંતુ તેને સાઈન કરવાનો કોઈ મતલબ ન હતો કારણ કે તેને લઈને હું ખુદ ઉત્સાહિત ન હતો. જોકે હવે બોલિવૂડ જે પ્રકારની ફિલ્મ પ્રોડ્યૂસ કરી રહ્યા છે, ત્યાર બાદ મને એક વખત ફરી કામ કરવાનો ઉત્સાહ જાગ્યો છે.
4/4
નવી દિલ્હીઃ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હાલમાં સ્ટાર કિડ્સના ડેબ્યૂ ચર્ચાનો વિષય બન્યા છે. જોકે 9 વર્ષ બાદ એક્ટર ડિનો મોરિયાનું કમબેક પણ ચર્ચામાં છે. ડિનો એ પોતાના કમબેક વિશે જણાવ્યું કે, હું સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ હવે સારી કહાની મળી છે તો તેમાં કામ કરવાનું જરૂર ગમશે. લાંબા સમય બાદ ડિનોની વાપસી એક વેબ સીરીઝથી થવા જઈ રહી છે.