શોધખોળ કરો
Advertisement
આ હોટ એક્ટ્રેસને દિશા પટની માને છે પોતાની પ્રેરણા, શું હોલિવૂડ જવાની તૈયારીમાં છે?
હોલીવૂડમાં ઓડિશન આપવું પણ સરળ નથી તેમ દિશા માને છે. તેને બોલીવૂડમાં બહેતર કામ કરવું છે.
મુંબઈઃ એક્ટ્રેસ દિશા પટની બોલિવૂડમાં પોતાના માટે એક અલગ ઇમેજ બનાવવામાં ધીમે ધીમે પણ સફળ થતી જોવા મળી રહી છે. હાલમાં જ ફિલ્મ મલંગને કારણે દિશા ફરી એક વખત ચર્ચામાં છે. આ ફિલ્મથી તેના ફન્સ ખુશ છે. હવે દિશા પટની બોલિવૂડની ટોપ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના પગલે ચાલવા માગે છે. પટનીનું માનવું છે કે તે પ્રિયંકા ચોપરાથી ખૂબ જ પ્રેરિત છે અને તે તેની જેમ જ બનવા માગે છે.
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં દિશા પટનીએ કહ્યું કે, તે બોલિવૂડની ‘દેશી ગર્લ’પ્રિયંકા ચોપરાને ફોલો કરે છે. તેણે કહ્યું કે, તેના માટે પ્રિયંકા એક પ્રેરણાની જેમ છે. દિશા કહેછે, ‘એક નાના શહેરથી આવીને માત્ર બોલિવૂડ જ નહીં પણ આજે હોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવી એટલું સહેલું નથી. પ્રિયંકાએ જે કર્યું તેનાથી દેશનું નામ પણ ઉંચું થયું છે.’
દિશાએ આગળ કહ્યું કે, ‘હું પણ એક નાના શહેરથી આવું છું, અને બોલીવૂડમાં મારું સ્થાન મજબૂત કરવા માંગુ છું. મને આજે ટોચના અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળે છે, તેમજ ઓફરો પણ આવે છે. જોકે મારે બોલીવૂડમાં ટોચ પર પહોંચવા હજી ઘણું કરવાનું બાકી છે.”
હોલીવૂડમાં કામ કરવા માટે દિશાએ હજી વિચાર્યું નથી, તેમજ તેની પાસે કોઇ એજન્ટ પણ નથી જે તેને હોલીવૂડમાં કામ અપાવે. હોલીવૂડમાં ઓડિશન આપવું પણ સરળ નથી તેમ દિશા માને છે. તેને બોલીવૂડમાં બહેતર કામ કરવું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement