શોધખોળ કરો
Advertisement
દિશા પટણીનો ફેવરિટ ક્રિકેટર ધોની-વિરાટ નથી પણ આ ખેલાડી છે, જાણો વિગતે
બોલિવૂડ એક્ટ્રેશ દિશા પટની ફિલ્મ ‘મલંગ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મની એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન દિશાએ પોતાના ફેવરિટ ક્રિકેટર વિશે જણાવ્યું હતું કે તેમનો ફેવરિટ ક્રિકેટર કોણ છે.
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેશ દિશા પટની જલ્દીજ ફિલ્મ ‘મલંગ’માં નજર આવશે. તેની ફિલ્મને લઈને તે હાલ પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મની એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન દિશાએ પોતાના ફેવરિટ ક્રિકેટર વિશે જણાવ્યું હતું. તે દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકોને એવું લાગી રહ્યું હતું કે ધોનીની બાયોપિક ફિલ્મમાં કામ કરી ચુકેલી દિશા મહેન્દ્ર સિંહ ધોનીનું નામ જ લેશે. પરંતુ તેમનો મનપસંદ ક્રિકેટર કોઈ બીજુ છે.
દિશા જે ક્રિકેટરની ફેન છે તે ધોની, વિરાટ કોહલી કે રોહિત શર્મા નથી પરંતુ ટીમ ઈન્ડિયાના બોલર જસપ્રીત બુમરાહ છે. તેણે કહ્યું કે, જો મને કોઈ મેચ જીતાડનાર ખેલાડીનું નામ લેવાનું કહેવામાં આવે તો હું જસપ્રીત બુમરાહનું નામ લઈશ. તેણે કહ્યું કે, તે સૌથી સારા ખેલાડીઓમાંથી એક છે.
મોહિત શૂરી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘મલંગ’ 7 ફેબ્રુઆરીએ રીલિઝ થઈ રહી છે. ફિલ્મમાં દિશા આદિત્ય કપૂર સાથે લીડ રોલમાં નજર આવશે. આ સિવાય અનિલ કપૂર નેગેટિવ રોલ કરતો નજર આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement