ડોલી આગળ લખે છે, ‘ન્યાય ન મળવાની સ્થિતિમાં મેં સીએમ અને પીએમને પણ પત્ર લખ્યો પણ આજ સુધી મારી ફરિયાદ કોઈએ સાંભલી નહીં અને ધર્મના નામ પર દોષી આરામથી પોલીસ સંરક્ષણ હેઠળ ગેરકાયદેસર કામ કરી રહ્યા છે. જો મારા જેવી મહિલા ટલ્લી બાબ અને રાધે માંના દીકરાથી છેડતીનો ભોગ બને છે તો તમે એ મહિલા (રાથે માં) પાસેથી શું આશા રાખી શકો છો જે ઘટના સમયે તાળીઓ પાડતી હતી.’ જણાવીએ કે, ડોલીએ વર્ષ 2015માં રાધે માના નજીકના બાબા પર જાતીય શોષણની ફરિયાદ નોંધાવી હતી.
2/3
નવી દિલ્હીઃ #MeToo કેમ્પેઈનને લીને અનેક લોકો સામે આવી રહ્યા છે અને પોતાની કહાની સંભળાવી રહ્યા છે. હવે અભિનેત્રી ડોલી બિન્દ્રા પણ સામે આવી છે. તેનું કહેવું છે કે, ત્રણ વર્ષ પહેલા રાધે માં અને તેના ભક્તો વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો તો કંઈ થયું ન હતું. લોકો આજે તેને ભૂલી ગયા છે.
3/3
ડોલી બિન્દ્રાએ ટ્વિટર પર ટ્વિટ કરતાં લખ્યું કે, ‘ધ્યાન રાખો આ મારો વ્યક્તિગત અનુભવ છે. દરેક એ મહિલાની વિશ્વસનીયતા પર શંકા કરવામાં આવી રહી છે જે મીટૂ અભિયાન અંતર્ગત પોતાના અનુભવ શેર કરી રહી છે. સાથે જ સવાલ કરવામાં આવે છે કે તે ક્યારે કેમ ન બોલી અને હવે કેમ બોલી રહી છે. લોકો એ સમજવામાં નિષ્ફળ થાય છે કે કેવી રીતે જાતીય શોષણનો ભોગ બનેલ મહિલા ડિપ્રેશનમાં ચાલી જાય છે અને ચુપ થઈ જાયછે. તે વિચાર છે કે ક્યાંક પ્રભાવશાળી અને આર્થિક રીતે મજબૂત લોકો વિરૂદ્ધ જઈને પોતાની ગરિમા ન ખોઈ દે. મારા કિસ્સામાં માત્ર મેં ખુદને ભગવાન માનનારી મહિલા વિરૂદ્ધ બોલી, પરંતુ એફઆઈઆર પણ નોંધાવવાનું સાહસ બતાવ્યું, પરંતુ આજ સુધી થયું શું?’