શાહરૂખના દીકરા સાથે પકડાયેલી બે ફેશન ડીઝાઈનર યુવતી કોણ છે ? સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ પણ પકડાયો..
આ રેવ પાર્ટીમાં આર્યન ઉપરાંત અરબાઝ શેઠ મર્ચન્ટ અને મુનમુન ધમેચા પણ સામેલ હતા, જ્યારે પાંચ લોકો સાથે પુછપરછ કરવામાં આવી રહી છે.
મુંબઇઃ શાહરૂખખાનના દીકરા આર્યન ખાન (Aryan Khan)ની ધરપકડ કરી લીધી છે. NCBએ આર્યનને ક્રૂઝમાં રેવ પાર્ટીના આરોપી તરકી ધરપકડ કરી છે. આ રેવ પાર્ટીમાં આર્યન ઉપરાંત અરબાઝ શેઠ મર્ચન્ટ અને મુનમુન ધમેચા પણ સામેલ હતા, જ્યારે પાંચ લોકો સાથે પુછપરછ કરવામાં આવી રહી છે.
એનસીબીએ ક્રૂઝ જહાજ પર દરોડા પાડીને ત્યાં ડ્રગ્સની સાથે ચાલી રહેલી પાર્ટીનો ભાંડાફોડ કર્યો હતો, અને આ મામલામાં અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન અને સાત અન્યની ધરપકડ કરી લીધી હતી. આમાં બે મહિલાઓ પણ સામેલ છે. રિપોર્ટ પ્રમાણે, એનસીબીએ પકડેલા વ્યક્તિઓમાં આર્યન ખાન (Aryaan Khan) ઉપરાંત મુનમુન ધમેચા (Munmun Dhamecha), નુપુર સારિકા (Nupur Sarika), ઇસમીત સિંહ (Ismeet Singh), મોહક જસવાલ (Mohak Jaswal), વિક્રાંત છોકર (Vikrant Chhoker), ગોમિત ચોપડા (Gomit Chopra) અને અરબાઝ મર્ચન્ટ (Arbaaz Merchant) સામેલ છે.
આમાં મોહક, નુપુર અને ગોમિત દિલ્હીના રહેવાસી છે. મોહક અને નુપુર બન્ને ફેશન ડિઝાઇનર છે, અને ગોમિત હેર સ્ટાઇલિસ્ટ છે. રિપોર્ટ અનુસાર, નુપુર અને મોહક દિલ્હીથી ગોમિતની સાથે અહીં આવ્યા હતા.