શોધખોળ કરો
Advertisement
ટીવી અભિનેત્રીના પિતાનું નિધન, બે બહેનોએ પિતાને મુખાગ્નિ આપી અંતિમ સંસ્કાર કર્યાં
રણધીર મલિક રિટાયર્ડ IAS ઓફિસર હતા. તેઓ સોનીપતના CRA કોલેજના ઈંગ્લિશ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે કાર્યરત હતા. હરિયાણાના સોનીપતમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
મુંબઈ: ટીવી સીરિયલ ‘ના આના ઈસ દેશ લાડો’માં અમ્માજીનું પાત્ર ભજવી ઘર-ઘરમાં લોકપ્રિય બનેલી અભિનેત્રી મેઘના મલિકના પિતા રણધીર મલિકનું સોમવારે નિધન થયું હતું. હરિયાણાના સોનીપતમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. તેઓ ઘણાં સમયથી બીમાર હતા. તેમના અવસાનનું કારણ સામે આવ્યું નથી.
રણધીર મલિક રિટાયર્ડ IAS ઓફિસર હતા. તેઓ સોનીપતના CRA કોલેજના ઈંગ્લિશ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે કાર્યરત હતા. તેમના પરિવારમાં હવે તેમની પત્ની અને બે પુત્રીઓ મેઘના મલિક અને મીમાંસા મલિક છે. મેઘના ચર્ચિત અભિનેત્રી છે જ્યારે મીમાંસા દેશના ટોપ ચેનલ્સમાં ન્યૂઝ એંકર રહી છે.
મેઘના મલિકે ટ્વીટ કરી પોતાના પિતાના નિધનની જાણકારી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મેઘના અને મીમાંસાએ પોતાના પિતા રણધીર મલિકની અર્થી ઊંચકી હતી. ત્યાર બાદ બંને પુત્રીઓએ જ પિતાને મુખાગ્નિ આપી તેમના અંતિમ સંસ્કાર કર્યાં હતાં.
મેઘના મલિક ‘ના આના ઈસ દેશ લાડો’થી ઘરે-ઘરે લોકપ્રિય બની. આ ઉપરાંત તે 2019માં સની દેઓલના પુત્ર કરણ દેઓલની ડેબ્યૂ ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’માં જોવા મળી હતી.Our hearts break to share with you the news of the demise of our loving father Dr R S Malik today 3 rd Feb afternoon at Sonepat .
— meghna malik (@meghna1malik) February 3, 2020
Cremation shall take place tomorrow 4 Feb at HUDA Sector 15 Crematorium at Sonepat at 11 am.
🙏 Meghna Malik
Mimansa Malik
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement