મુંબઈઃ સોનમ કપૂરના લગ્નને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. સોનમ કપૂરના લગ્નમાં સંગીતની કોરિયોગ્રાફી ફરાહ ખાન કરવાની હતી, પરંતુ હવે તેમ નહીં થઈ શકે.
3/5
ફરાહ ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર વ્હીલચેરની તસવીર પોસ્ટ કરીને લખ્યું છે કે, આગામી 3 સપ્તાહ વ્હીલચેર પર જ વીતશે.
4/5
ફરાહ ખાને એક નિવેદનમાં જણાવ્યું કે, ‘બ્લફમાસ્ટર’ના એક ગીતમાં ‘એક મેં ઔર એક તુ’ બાદ આ મારો બીજો મ્યૂઝિક વીડિયો છે અને મને લાગે છે કે અમે તેને એક નવા લેવલ પર લઈ ગયા છે. તેણે કહ્યું, જેન્ડર સ્વેપનો વિચાર વાસ્તવમાં મને સારો લાગ્યો. અમે છોકરીઓને હીરો બનાવી અને છોકરાઓને સાઇડમાં રાખ્યા. રિયા, એક્તા, કરીના, સોનમ, શિખા અને સ્વરા જેવી સશક્ત અને પ્રબુદ્ધ મહિલાઓ સાથે કામ કરવાની મજા આવી.
5/5
કોરિયોગ્રાફર-ફિલ્મકાર ફરાહ ખાને કહ્યું કે, તેની આગામી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ના એક સોંગમાં કરીના કપૂર અને સોનમ કપૂર સાથે કરવાની મજા આવી. આ ગીતમાં જેન્ડર સ્વેપનો વિચાર સારો લાગ્યો. ‘વીરે દી વેડિંગ’માં સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયા મુખ્ય ભૂમિકામાં છે. ફરાહે તેની સાથે તારીફામાં કામ કર્યું છે. જે બુધવારે રિલીઝ કરવામાં આવ્યું. એમટીવી બીટ્સ પર આ સોંગ ગુરુવારથી પ્રસારિત થશે.