બાદમાં સ્વરાએ ટ્વિટરનો આભાર વ્યક્ત કર્યો અને એ ટ્વિટનો સ્ક્રીનશોટ આપ્યો જેને અગ્નિહોત્રીએ ડીલિટ કર્યું હતું.
2/4
ત્યાર બાદ એક્ટ્રેસ અને ડાયરેક્ટર વચ્ચે ટ્વિટર પર વાકયુદ્ધ શરૂ થયું અને ભાસ્કરે ટ્વિટર અધિકારીઓને અગ્નિહોત્રીની પોસ્ટને લઈને ફિરયાદ કરી હતી. ફરિયાદ પર પ્રતિક્રિયા આપતા ટ્વિટરે કહ્યું, અમે એ એકાઉન્ટનું આંકલન કર્યું છે જેની ફરિયાદ મળી. ટ્વિટરે કહ્યું કે, અમને એ ટ્વિટને નિયમો વિરૂદ્ધ જણાયું છે અને અને તેને બ્લોક કર્યું છે.
3/4
સ્વરા ભાસ્કરે ટ્વિટ કર્યું હતું, ખૂબ જ શરમજનક અને ધૃણાસ્પદ. ભારતમાં રાજનીતિક ધારા અને ધાર્મિક વિભાજનમાં રહેલ કૌભાંડ. એકદમ બકવાસ. તેના પર અગ્નિહોત્રીએ જવાબ આપતા લખ્યું કે, "#મીટૂની જેમ જ જાતીય શોષણ અને જાતીય ઉત્પીડન વિરૂદ્ધ અભિયાન, ‘તખ્તી ક્યાં છે #મીટૂપ્રોસ્ટિટ્યૂટનન’
4/4
નવી દિલ્હીઃ ફિલ્મકાર વિવેગ અગ્નીહોત્રીનું એકાઉન્ટ ટ્વિટરે બ્લોક કરી દીધું છે. તેણે એક્ટ્રેસ સ્વરા ભાસ્કર વિરૂદ્ધ વાંધાનજક ટ્વિટ કર્યું હતું. અગ્નિહોત્રીએ બાદમાં પોતાનું ટ્વિટ ડીલીટ કર્યું હતું. સ્વરા ભાસ્કરે કેરળના ધારાસભ્ય પી સી જ્યોર્જની ટીકા કરી હતી. ધારાસભ્યએ એ નન વિરૂદ્ધ વાંધાનજક ટિપ્પણી કરી હતી જે તેની સાથે બળાત્કાર કરનાર બિશ્પની ધરપકડની માગ કરી રહી હતી.