સુજોય ઘોષ ઓછા બજેટની ફિલ્મ બનાવવામાં માહેર છે. અને કહાની 2 પણ મિડ બજેટ મૂવી છે. સુજોયની ફિલ્મને લઈને હાઈપ રહે છે અને વિદ્યાની સાથે તેની ફિલ્મનો રેકોર્ડ સારો રહ્યો છે. પરંતુ આ વખતે અનેક મોર્ચે દોડતી કહાની નિરાશ કરે છે. આમ પણ નોટબંધીને કારણે માહોલ તંગ છે અને તેને ધ્યાનમાં રાખતા જ કહાની-2ને મલ્ટીપ્લેક્સ પર વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે. ફિલ્મ ભાગમાં તો ઠીક છે પણ પરંતુ સાતત્ય નથી. કુલ મળીને કહાની-2 નિરાશ જ કરે છે.
2/6
વિદ્યા બાલન આ પ્રકારના કેરેક્ટર સારી રીતે નિભાવે છે અને આ વખતે પણ તેણે કંઈક આવું જ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ તેમનું કેરેક્ટર પાછલી ફિલ્મ જેટલું સ્પષ્ટ નથી અને તેની સાથે જોડાયેલ અનેક સવાલ અધુરા છે. વિદ્યાએ કંઈપણ નવું નથી કર્યું અને એવું પણ કંઈ નથી જેનાથી તમને કોઈ શોક્ડ લાગે. અર્જુન રામપાલ સ્માર્ટ લાગે છે અને તેણે પોલીસ અધિકારીની ભૂમિકા ઠીક-ઠાક રીતે નિભાવી છે. જુગલ હંસરાજ પણ એકદમ સામાન્ય છે. પોલીસ અધિકારીના રોલમાં બંગાળી એક્ટર ખરાજ મુખર્જીએ સારી એક્ટિંગ કરી છે, બાકી બધુ સરેરાશ છે.
3/6
ફિલ્મની શરૂઆત રસપ્રદ રીતે થાય છે પરંતુ ત્યાર બાદ બધુ જ સ્પષ્ટ અને સ્વાભાવિક થઈ જાય છે. ફિલ્મમાં અનેક સવાલો ઉભા થાયછે. જેમ કે આઠ વર્ષ પહેલા થયેલ અપરાધ અંગે આઠ વર્ષ બાદ તપાસ શરૂ થાય છે. ફિલ્મમાં લવ સ્ટોરીને જબરજસ્તીથી શા માટે ઘુસાડવામાં આવી? ઉપરાંત પતિવાળું ફેક્ટર પણ અજીબ છે. આ પ્રકારના અનેક સવાલ ઉભા થાય છે.
4/6
ફિલ્મની કહાની વિદ્યા સિન્હા ઉર્ફ દુર્ગા રાની સિંહની છે. તેને એક દિકરી છે, જે ચાલી નથી શકતી. તેની સારવાર વિદ્યાએ કરાવવાની હોય છે. પરંતુ એક દિવસ અચાનક તેની દિકરી ગાયબ થઈ જાય છે અને વિદ્યાને ખબર પડે છે કે તેનું અપહરણ થઈ ગયું છે. ત્યારે જ વિદ્યા એક અકસ્માતનો ભોગ બને છે. બાદમાં તે હોસ્પિટલ પહોંચે છે અને આ મામલાની તપાસ કરી રહેલ પોલીસ અધિકારી અર્જુન રામપાલના હાથે વિદ્યાની એક ડાયરી લાગે છે અને પછી વિદ્યા અને દુર્ગાના જીવનના એક એક અધ્યાય સામે આવવા લાગે છે. કહાનીમાં બાળ જાતીય શોષણનો મુદ્દો છે અને ડાયરેક્ટરે તેને સારી રીતે સામે લાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ કહાનીમાં આગળ જતા આ ફેક્ટર ક્યાંક ને ક્યાંક મિસિંગ જણાય છે અને ડાયરેક્ટર અલગ અલગ દિશામાં દોડવા લાગે છે.
5/6
દુર્ગા રાની સિંહની કહાની ખૂબજ નબળી છે. તેમાં એટલા લૂપહોલ્સ છે કે ફિલ્મ કોઈપણ એંગલથી થ્રિલર અને સસ્પેન્સની મજા આપવામાં નિષ્ફળ રહી છે. ફિલ્મની કહાની જોઈને એવું લાગે કે ડાયરેક્ટરની પાસે ફિલ્મ બનાવતા સમયે કોઈ કહાની ન હતી પરંતુ કેટલાક નાના નાના કિસ્સા હતા, જેનેતે એક બીજા સાથે જોડે છે અને તેના કારણે ન તો કોઈ સશક્ત કહાની બની શકી અને ન તો થ્રિલર અને સસ્પેન્સ જેવી મજા આપી શકી.
6/6
વર્ષ 2012માં જ્યારે સુજોય ઘોષ કહાની લઈને આવ્યા હતા તો તેના થ્રિલર અને સસ્પેન્સ ફેક્ટરે દર્શકોને આકર્ષવામાં સફળ રહી હતી. પરંતુ ચાર વર્ષ બાદ સુજોય કહાની 2 લઈને આવ્યા તો તેમાં તે બધુ જ મિસિંગ હતું જે આ પહેલા બનેલી ફીલ્માં હતું. બોલીવુડ ઘણાં લાંબા સમયથી એ ભૂલ કરતું આવ્યું છે કે, તે માત્ર સીક્વલ બનાવવા ખાતર સીક્વલ બનાવે છે. એવું જ આ ફિલ્મમાં પણ થયું.